રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડને વિનયભંગ પ્રકરણમાં મોટો દિલાસો મળ્યો છે. આવ્હાડને થાણે જિલ્લા સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આવ્હાડને રૂ. 15,000ના હાથમુચરકા પર આગોતરા જામીન મંજૂર કર્યા છે.થાણે પોલીસે વિનયભંગ પ્રકરણે ગુનો દાખલ કર્યા પછી આવ્હાડે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અનુસાર દાખલ ગુનો અજામીનપાત્ર હોય છે. આથી ધરપકડની કાર્યવાહી ટાળવા માટે આવ્હાડે કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે વચગાળાનો આદેશ આપતાં સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી ધરપકડ નહીં કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો.સુનાવણી દરમિયાન સરકારી પક્ષે આ પ્રકરણ અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું હતું. આરોપી રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા હોઈ તપાસમાં અવરોધ પેદા કરી શકે છે. ઉપરાંત આ પ્રકરણ સાથેના સંબંધિતો પર દબાણ લાવી શકે છે. મારપીટના કેસમાં જામીન આપતી વખતે કોર્ટે તેમની સામે જે શરતો રાખી હતી તેનું પાલન તેમણે કર્યું નથી.આવ્હાડના વકીલે જણાવ્યું કે થાણેમાં મુખ્ય મંત્રીની હાજરીમાં થયેલા કાર્યક્રમમાં ચિક્કાર ભીડ હતી.
તે ઠેકાણે ધક્કામુક્કી થઈ હોત. તે સમયે કોઈ પણ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે આવ્હાડ પ્રયાસ કરતા હતા, એમ કહીને વકીલે ત્રણ વિડિયો પણ કોર્ટ સામે રજૂ કર્યા હતા અને આવ્હાડે તે મહિલાને બાજુમાં કરવા પૂર્વે બે જણને હટાવ્યા હતા એવું કોર્ટના ધ્યાનમાં લાવી દીધું હતું. શનિવારે મંજૂર કરેલા જામીનમાં કોર્ટે શરતો રાખી હતી. તેમાંથી કોઈ પણ શરતનું ઉલ્લંઘન આવ્હાડે કર્યું નથી. તેમણે મહિલાને કોઈ પણ હેતુથી સ્પર્શ કર્યો નહોતો, ફક્ત બાજુમાં કરી હતી. ફક્ત સ્પર્શ કર્યો તેથી કલમ 354 લાગુ નહીં થઈ શકે, એવી દલીલ તેમણે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.