ફેરવી તોળનાર ઘોષિત:2008ના માલેગાવ વિસ્ફોટમાં વધુ એક સાક્ષીદારે ફેરવી તોળ્યું

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​કેસમાં ફેરવી તોળનારાની કુલ સંખ્યા હવે 26 થઈ

માલેગાવમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત કેસમાં વધુ એક સાક્ષીદારને સ્પેશિયલ કોર્ટે ફેરવી તોળનાર જાહેર કર્યો હતો. તેથી કેસમાં ફેરવી તોળનારાની કુલ સંખ્યા હવે 26 થઈ છે. તપાસ યંત્રણા સામે જવાબ નોંધાવતા આપેલી પૂરી માહિતી આ સાક્ષીદારે કોર્ટ સમક્ષ આપવાનો નકાર આપ્યો હતો. તેથી તપાસ યંત્રણાની વિનંતી બાદ આ સાક્ષીદારને સ્પેશિયલ કોર્ટે ફેરવી તોળનાર ઘોષિત કર્યો હતો.

ઈંદોરની એક હોટેલમાં કામ કરતા આ સાક્ષીદારે કેસના આરોપી અજય રાહિરકર અને લેફ્ટનંટ કર્નલ પ્રસાદ પુરોહિત જેવા આરોપીએ હોટેલમાં બીજાના નામથી રૂમ લીધો હોવાનું તપાસ યંત્રણા સામે જવાબ નોંધાવતા જણાવ્યું હતું. સાક્ષીદારે પોતે હોટેલના રજિસ્ટરમાં આ બાબતની નોંધ કરી નહોતી. એ ફક્ત સહવ્યવસ્થાપક હોવાથી એને એ બાબતની માહિતી હતી એવો તપાસ યંત્રણાનો દાવો હતો. પણ સાક્ષી માટે બોલાવવામાં આવતા આ સાક્ષીદારે એ બાબતે માહિતી આપવાનો નકાર આપ્યો હતો. તેથી એને ફેરવી તોળનાર ઘોષિત કરવામાં આવ્યો હતો.

હજી થોડા દિવસ પહેલાં આ કેસમાં વધુ એક સાક્ષીદારે ફેરવી તોળ્યું હતું. કેસના મુખ્ય આરોપી કર્નલ પ્રસાદ પુરોહિત સાથે કૌટુંબિક સંબંધ ધરાવતા આ લશ્કરી અધિકારીને સરકારી પક્ષની વિનંતી બાદ સ્પેશિયલ કોર્ટે તેને ફેરવી તોળનાર તરીકે જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ યંત્રણા કાયદા અંતર્ગત સ્થાપવામાં આવેલી સ્પેશિયલ કોર્ટના જજ એ.કે. લાહોટી સમક્ષ લશ્કરી અધિકારીની સાક્ષી નોંધવામાં આવી. એ સમયે એણે આરોપીના પાંજરામાં બેઠેલા પુરોહિતની ઓળખ કરી. રાજ્યની એન્ટિ ટેરરીઝમ સ્કવોડ આ પ્રકરણે તપાસ કરે છે ત્યારે અધિકારીએ પોતાની પૂછપરછ કરી પણ જવાબ નોંધ્યો નહીં એમ કોર્ટને જણાવ્યું.

અન્ય સમાચારો પણ છે...