ભાસ્કર વિશેષ:હિંદમાતામાં પૂરથી મુક્તિ માટે વધુ એક ભૂગર્ભીય ટાંકી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.99 કરોડ લીટર પાણી સાચવવાની ક્ષમતાવાળા ટાંકીનો ઉપયોગ કરાશે

પરેલના હિંદમાતા ભાગને પુરથી મુક્તિ માટે પ્રમોદ મહાજન ઉદ્યાનમાં વધુ એક અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધવામાં આવી રહી છે. એમાં 1.99 કરોડ લીટર પાણી સાચવી શકાશે. આગામી વર્ષથી આ ટાંકીનો ઉપયોગ કરી શકાશે એમ અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ જણાવ્યું હતું.

મુંબઈમાં પુરથી મુક્તિ માટે મહાપાલિકા વિવિધ ઉપાયયોજના કરે છે. એમાં અંડરગ્રાઉન્ડ ટાંકીનો પ્રયોગ સફળ થયો છે. આ પાર્શ્વભૂમિ પર અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ વધુ એક ટાંકીની માહિતી આપી હતી. મહાપાલિકાએ બ્રિમસ્ટોકેડ-2 યોજના અનુસાર પુરમુક્તિ માટે ઉપાય શરૂ કર્યા છે.

હિંદમાતામાં સેંટ ઝેવિયર્સ મેદાન અને દાદરના પ્રમોદ મહાજન કલા ઉદ્યાનની નીચે અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધવામાં આવી છે. હિંદમાતા ફલાયઓવર નીચે 7 પંપ લગાડવામાં આવ્યા છે અને અંડરગરાઉન્ડ ટાંકીમાં ભેગું થતું પાણી પંપ દ્વારા સમુદ્રમાં છોડવામાં આવે છે. તેથી આ વર્ષે ચોમાસામાં હિંદમાતા પરિસર જળબંબાકાર થયો નથી એવી માહિતી તેમણે આપી હતી.

હિંદમાતામાં સેંટ ઝેવિયર્સ મેદાનની નીચે 1.05 કરોડ લીટર અને પ્રમોદ મહાજન કલા પાર્ક ખાતે 1.62 કરોડ લીટર ક્ષમતાની ટાંકી તૈયાર કરવામાં આવી છે. એમાંથી પહેલા તબક્કાનું કામ 2021માં પૂરું થયું. બીજા તબક્કાના સેંટ ઝેવિયર્સ મેદાનની નીચે 1.81 કરોડ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું કામ પૂરું થવામાં છે. એનો ઉપયોગ આવતા વર્ષે ચોમાસામાં થશે.

ગાંધી માર્કેટમાં મિની પમ્પિંગ સ્ટેશન
ગાંધી માર્કેટમાં તૈયાર કરવામાં આવેલ મિની પમ્પિંગ સ્ટેશનના કારણે પરિસરને અને વાહનવ્યવહારને રાહત મળી છે. ત્યાં ચેંબર બનાવીને 1200 મિમી વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવી છે. રસ્તા પર ભરાતા પાણી ચેંબરમાં સાચવીને એને ઉંચી ક્ષમતાના પંપના માધ્યમથી છોડવામાં આવે છે. આ 6 પંપ 3 લાખ લીટર પાણી દર મિનિટે ઉલેચે છે. મહાપાલિકાના આ કામના કારણે છેલ્લા 45 વર્ષની હેરાનગતિ દૂર થઈ હોવાનું સ્થાનિકો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...