અવલોકન:પ્રાણીઓ કેટલાક અંશે પરિવારના સભ્યો હોવા છતાં મનુષ્ય નથી: કોર્ટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા કૂતરાના અકસ્માતમાં મોતના કેસમાં કોર્ટની નોંધ

મુંબઈ હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન નોંધ્યું છે, કે મૂગાં પ્રાણીઓ અમુક અંશે પરિવારના સભ્યો હોવા છતાં તેઓ મનુષ્ય નથી. આ સાથે હાઈ કોર્ટે ફૂડ ડિલિવરી બોયને મોટી રાહત આપી છે. લોકડાઉન દરમિયાન બાઇક અકસ્માતમાં રખડતા કૂતરાનું મોત થયું હતું. હાઈ કોર્ટે ફૂડ ડિલિવરી કરનાર યુવકને તેમના પરના લગાવેલા આરોપમાંથી મુક્ત કર્યો છે. આ સિવાય કોર્ટે આ કેસમાં આઈપીસીની કલમ ખોટી રીતે લાગુ કરવા બદલ મુંબઈ પોલીસ ઈન્સ્પેક્ટર પર 20 હજારનો દંડ ફટકાર્યો છે.

એન્જિનિયરિંગનો અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી માનસ ગોડબોલે લોકડાઉન દરમિયાન ફૂડ ડિલિવરી મોબાઇલ એપ માટે ડિલિવરી બોય તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતો હતો. 11 એપ્રિલ, 2020ના રોજ રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ, તે રાબેતા મુજબ પોતાનું કામ કરી રહ્યો હતો. મરીન ડ્રાઇવ નજીક ગરવારે ચોકમાં માનસે અચાનક બાઇક પરનો કાબૂ ગુમાવ્યો અને નીચે પડી ગયો. આ અકસ્માતમાં એક રખડતો કૂતરો ગંભીર રીતે ઘાયલ થયો હતો, કમનસીબે તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું ત્યારે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવતા એક શ્વાન પ્રેમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈ પોલીસે તરત જ માનસ વિરુદ્ધ કલમ 297 (અવિચારી ડ્રાઇવિંગ), 337 (માનવ જીવનને જોખમમાં મૂકવું), 429 (મૂંગા પ્રાણીની હત્યા) અને મોટર વાહન અધિનિયમની કલમ 184 (ખતરનાક ડ્રાઇવિંગ) અને ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ નિવારણની કલમ 11 (એ) અને (બી) હેઠળ કેસ હેઠળ કેસ નોંધ્યો હતો. માનસે આ કેસને રદ કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી તાજેતરમાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની બેંચ સમક્ષ થઈ હતી. આ કેસમાં જ્યારે ઘટના બની ત્યારે આરોપી યુવક માત્ર 18 વર્ષનો હતો.

આ સિવાય તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. મુખ્ય બાબત એ છે, કે તે એક અકસ્માત હતો, ઇરાદાપૂર્વકનો નહીં. તેથી કૂતરાને કાર નીચે કચડી નાખવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. તે દુર્ભાગ્યપૂર્ણ છે, કે ઘાયલ મૂંગા પ્રાણીનું મૃત્યુ થયું. પરંતુ તેના માટે બાઇક સવારને સંપૂર્ણપણે દોષિત ગણીને તેના પર આઇપીસીની ગંભીર કલમો લગાવવી યોગ્ય નથી. મુંબઈ પોલીસના તપાસ અધિકારીઓ આ કલમ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.

તેથી, કાયદાના રક્ષક તરીકે, મુંબઈ પોલીસે કેસ દાખલ કરતી વખતે ભવિષ્યમાં ચાર્જશીટ દાખલ કરવાની વિચારણા કરવી જરૂરી છે. આવી ટિપ્પણી કરીને તેઓએ આરોપી યુવક સામેનો આ કેસ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, હાઈકોર્ટે રાજ્ય સરકારને તેને વળતર તરીકે 20,000 રૂપિયા ચૂકવવા અને કેસ નોંધનાર તપાસ અધિકારીના પગારમાંથી આ રકમ વસૂલવા પણ આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...