આર્થિક ગેરવ્યવહાર પ્રકરણે જેલમાં બંધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે કોર્ટ સમક્ષ એક દિવસના જામીન માગ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખે સ્પેશિયલ કોર્ટમાં દાદ માગી છે. અનિલ દેશમુખની ગયા વર્ષે નવેમ્બરમાં ઈડીએ આર્થિક ગેરવ્યવહાર પ્રકરણે ધરપકડ કરી હતી. રાજ્યસભાની ખાલી થયેલી સીટ માટે 10 જૂનના ચૂંટણી થઈ રહી છે.
આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે 10 જૂનના એક દિવસના જામીન પર છૂટકારો કરવાની માગણી અનિલ દેશમુખે કોર્ટ પાસે કરી છે. અનિલ દેશમુખે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે કાયમીસ્વરૂપી વિધાનસભ્ય હોવાથી અરજદાર (દેશમુખ) રાજ્યસભાના સભ્યની ચૂંટણી માટે ઈલેકટોરલ કોલેજના સભ્ય છે.
અરજદારને મતદાન કરવાનો હક બજાવવો છે અને મતદાન કરવું છે એમ કોર્ટને જણાવવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન વિધાનમંડળની અંદર થવાનું છે અને તેથી પોલીસના એસ્કોર્ટની કમી નહીં વર્તાય એમ અરજીમાં નોંધવામાં આવ્યું છે. મની લોન્ડરિંગ પ્રકરણની સુનાવણી કરનારા સ્પેશિયલ જજ કે.કે. પાટીલે ઈડીને દેશમુખની અરજી પર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને આગામી સુનાવણી 6 જૂનના રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.