અંધેરી ખાતેનો ગોખલે પુલ જોખમકારક થયો હોવાથી બંધ કરવામાં આવ્યો છે. જો કે આ પુલ રાહદારીઓ સહિત ટુવ્હીલર અને હળવા વાહનો માટે ખુલ્લો રાખી શકાય કે નહીં એની તપાસ ચાલુ છે. એના માટે ફરીથી પુલનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવશે અને એક અઠવાડિયામાં એનો અહેવાલ મહાપાલિકા તૈયાર કરશે. અંધેરીનો ગોખલે પુલ 7 નવેમ્બરથી અચાનક બંધ કરવામાં આવ્યો હોવાથી આ પરિસરમાં વાહનચાલકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પુલનું સંપૂર્ણ બાંધકામ કરવાનું મહાપાલિકાએ માન્ય કર્યું હોવાથી એ અનુસાર મહાપાલિકાનો પુલ વિભાગ કામે લાગ્યો છે. મહાપાલિકાએ એના માટે ટેંડર મગાવ્યા છે. રેલવેની હદમાં પુલનો જોખમકારક ભાગ તોડી પાડવાનું રેલવે પ્રશાસને માન્ય કર્યું છે. જો કે આ પુલ આગામી થોડા દિવસ માટે હળવા વાહન અને રાહદારીઓ માટે ચાલુ રાખવો એવી માગણી સ્થાનિકોએ કરી છે.
આ પાર્શ્વભૂમિ પર પાલકમંત્રી, વિધાનસભ્ય, મહાપાલિકા અધિકારીઓ અને રેલવેના અધિકારીઓએ ફરીથી ગોખલે પુલનું નિરીક્ષણ અને તપાસ કરી હતી. આ પુલનો રેલવેની હદમાંનો ભાગ અને જૂનો પુલ જોખમકારક થયો હોવાથી એ વહેલાસર તોડી પાડવો એવો અહેવાલ મહાપાલિકાના સલાહકારે નિયમિત તપાસ પછી આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.