નિર્ણય:લોકલના મોટરમેનની કેબિનમાં સીસીટીવી લગાડવાનો ઉપક્રમ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત ટાળવા માટે 2 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે

લોકલના મોટરમેન અને ગાર્ડ પર નજર રાખવા સાથે જ અકસ્માત થાય તો એ ચોક્કસ કયા કારણોસર થયો એ શોધવા માટે મોટરમેનની કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. એના માટે પશ્ચિમ રેલવે તરફથી ટેંડર પ્રક્રિયા પૂરી થઈ છે અને એક કંપનીને કેમેરા લગાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. આગામી એકથી દોઢ મહિનામાં આ કામ શરૂ થશે. રેલવે મંત્રાલયે કેમેરા લગાડવા માટે પહેલાં જ મંજૂરી આપી છે. હવે સીસી ટીવી કેમેરા લગાડવા માટે હિલચાલ શરૂ થઈ છે.

લોકલ ચલાવતા સમયે મોટરમેન તરફથી ઘણી વખત ભૂલ થાય છે. તેથી અકસ્માતનું જોખમ ઊભું થાય છે. કોઈ સ્ટેશન પર ઊભી રાખવાનું ભૂલવું, સ્પીડલિમિટનું ઉલ્લંઘન કરવું, લાલ સિગ્નલ હોવા છતાં લોકલ આગળ લઈ જવી જેવી ઘટના બને છે. એનું પ્રમાણ ઓછું છે છતાં અકસ્માત થઈ શકે છે. તેથી આવી ઘટનાઓ પાછળનું ચોક્કસ કારણ શોધી શકાય, રેલવે પ્રશાસન પાસે પૂરતા પુરાવાઓ હોય અને આમ થતું હોય તો તરત નિયંત્રણ કક્ષના ધ્યાનમાં લાવી શકાય એના માટે તકેદારીના પગલા તરીકે લોકલમાં મોટરમેન અને ગાર્ડની કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે.

એના માટે બે મહિના પહેલાં ટેંડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે આ કામ એક કંપનીને આપવામાં આવ્યું છે. એના માટે 2 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે.

લોકલના મોટરમેનની કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડ્યા પછી આ યંત્રણા સીધા રેલવેના રેલવે વ્યવસ્થાપન યંત્રણાને (ડીએમએસ) જોડવામાં આવશે. ત્યાંના અધિકારીઓ તરફથી ઝીણવટભરી નજર રાખવામાં આવશે. લોકલ પર થતી પથ્થરબાજી, લાલ સિગ્નલ ઓળંગવું, અકસ્માત આ કેમેરામાં રેકોર્ડ થશે. તેથી મોટરમેન અને ગાર્ડ સાથે વાત કરીને લોકલનું આગળનું નિયોજન પણ કરવામાં આવશે. ઉપરાંત મોટરમેન અને ગાર્ડની હિલચાલ, અકસ્માત કે ઘટનાનું પણ રેકોર્ડિંગ થશે.

અન્ય સમાચારો પણ છે...