પ્રવેશનો ટાર્ગેટ પૂરો:મિશન એડમિશન ઝુંબેશમાં 90 હજાર વિદ્યાર્થીઓનો વધારો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઈ મહાપાલિકાનો એક લાખ વિદ્યાર્થીઓના પ્રવેશનો ટાર્ગેટ પૂરો થવામાં

મુંબઈ મહાપાલિકાના માધ્યમથી વિદ્યાર્થીઓને આપવામાં આવતું દરજ્જાવાળું મફત શિક્ષણ અને અદ્યતન સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહાપાલિકાએ વિદ્યાર્થીઓ વધારવા માટે 14 એપ્રિલથી શરૂ કરેલ મિશન એડમિશન એક જ લક્ષ્ય એક લાખ ઝુંબેશમાં અત્યાર સુધી લગભગ 90 હજાર વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

તેથી મહાપાલિકાનો એક લાખ વિદ્યાર્થીઓનો ટાર્ગેટ પૂર્ણતાના આરે છે.મુંબઈ મહાપાલિકાએ વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે એપ્રિલથી શરૂ કરેલ મિશન એડમિશન એક જ લક્ષ્ય એક લાખ ઝુંબેશ શરૂ કરી. એને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાથી મહાપાલિકાની આ ઝુંબેશ સફળ થઈ છે. મહાપાલિકાના શિક્ષણ વિભાગ મારફત મરાઠી, ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ, તમિળ, તેલુગુ અને કન્નડ એમ 8 ભાષાના માધ્યમથી સ્કૂલ ચલાવવામાં આવી રહી છે. સ્વતંત્ર સંગીત, કલા, કાર્યાનુભવ, સ્કાઉટ-ગાઈડ વિભાગ ધરાવતી મુંબઈ મહાપાલિકા દેશની એક માત્ર મહાપાલિકા છે.

મહાપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે 27 સ્કૂલ વસ્તુઓ મફત આપવામાં આવે છે. ઉપરાંત વર્ચ્યુઅલ ક્લાસરૂમ, મફત બેસ્ટ પ્રવાસ, ટેબ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ પર વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝૂકાવ વધવાથી મહાપાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા જાળવવી અને વધારવી જેવો બમણો પડકાર મહાપાલિકા સમક્ષ હતો. તેથી વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કેમ્બ્રિજ બોર્ડ, આઈસીએસઈ અને સીબીએસઈ બોર્ડની સ્કૂલ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...