તપાસ:આદિત્ય ઠાકરેના 2.5 વર્ષનાં કામો સાથે નિર્ણયોનું ઓડિટ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ ખાતાની તપાસ

કેન્દ્ર સરકાર દ્વારા આદિત્ય ઠાકરેના અઢી વર્ષના કાર્યકાળનાં કામો સાથે નિર્ણયોનું ઓડિટ કરવામાં આવશે. આ પરથી માજી પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કેન્દ્રના રડાર પર હોવાનું જણાય છે. શિવસેનાના 40 વિધાનસભ્ય અને 12 સાંસદોએ બળવો કરીને ભાજપ સાથે સરકાર સ્થાપી છે. આથી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. આ પછી આદિત્ય ઠાકરે પાસેના ખાતાના ઓડિટને લીધે આદિત્ય ઠાકરેએ ભાજપને લક્ષ્ય બનાવ્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

આદિત્ય પાસેના ખાતાનું ઓડિટ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ મુજબ મહારાષ્ટ્ર પ્રદૂષણ મંડળના કારભારનું ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ, પુણે, કોલ્હાપુર, નાગપુર, ચંદ્રપુર, અમરાવતી, ઔરંગાબાદ, નાશિક, થાણે, રાયગડ વહેરે વિસ્તારના કાર્યાલયોમાં આ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં મુખ્યાલય સાથે નાગપુક કાર્યાલયનો સમાવેશ થાય છે. આ પછી તબક્કાવાર અન્ય વિભાગીય કાર્યાલયોનું પણ ઓડિટ કરવા બાબતે ખાતા પ્રમુખોને સૂચના આપવામાં આવી છે.

દરમિયાન યુવા સેના પ્રમુખ આદિત્ય રાજ્યભરના યુવા સૈનિકોને મુલાકાત લઈ રહ્યા છે. શિવસેનાના પદાધિકારીઓને મળીને એક નવી તાકાત ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં તેમને મળી રહેલો પ્રતિસાદ, બળવાખોરોના મતવિસ્તારમાં થઈ રહેલી ગિરદી ચર્ચાનો વિષય બન્યા છે. મોટે પાયે શિવસૈનિકો આદિત્યને સમર્થન આપી રહ્યા છે. શિવસેના ફરી એક વાર ફિનિક્સ પક્ષીની જેમ ઊભી આવશે એવો આશાવાદ તેઓ કાર્યકરોમાં પેદા કરી રહ્યા છે. જોકે બીજી બાજુ શિવસેનામાં ઈનકમિંગ સાથે આઉટગોઈંગ પણ સતત ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...