ફરિયાદ:મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના દહાણુમાં આદિવાસી મહિલાઓનું ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાર વ્યકિત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

પાલઘર જિલ્લાના દહાણુમાં આદિવાસી મહિલાઓને જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરનારા ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. તલાવપાડાની રહેવાસી 50 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે બે મહિલા સહિત ચાર આરોપીઓ શુક્રવારે તેના ઘરે આવ્યા હતા અને તેની બધી મુશ્કેલીઓ દૂર કરવા ખ્રિસ્તી ધર્મ અપનાવવા પૂછ્યુ અને ધર્મ પરિવર્તન કરવા પર નાણાં મળશે એવી લાલચ આપી હતી.

ક્લેમન્ટ બૈલા (37), કરિયમ્મા ફિલિપ્સ (53) અને પિંકી કૌર શર્મા (36) અને પરશુરામ શિંગાડા (24) સામે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી, બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદી કરવી, ઘરમાં ઘૂસી જવું અને અન્ય ગુનાઓ માટે ભારતીય દંડ સંહિતાની સંસુગત કલમો લાગુ કરવામાં આવી છે. ચારેય આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જે પછી આગામી કાર્યવાહી નક્કી કરાશે, એમ પાલઘર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...