તપાસ:મુંબઈમાં લોકલના પાટા પર લોખંડનું ડ્રમ મૂકીને અકસ્માત કરવાનો પ્રયાસ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટરમેનની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી, પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી

મુંબઈ લોકલના ટ્રેક પર લોખંડનું ડ્રમ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ મોટરમેનની તકેદારીના કારણે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સેન્ડહર્સ્ટ રોડ - ભાયખલા સ્ટેશનની વચ્ચે, એક અજાણ્યા વ્યક્તિએ 15 થી 20 કિલો પથ્થરથી ભરેલો લોખંડનો ડ્રમ ટ્રેક પર મૂક્યો હતો. જોકે, મોટરમેન અશોક શર્માએ ઈમરજન્સી બ્રેક લગાવીને લોકલ રોકી હતી. અશોક શર્માએ દાખવેલી દૂરંદેશીથી મોટી દુર્ઘટના ટળી હતી. અશોક શર્માના કામની તમામ સ્તરેથી પ્રશંસા થઈ રહી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

શુક્રવાર બપોરે લોકલ ટ્રેન ફાસ્ટ ટ્રેક પર સીએસએમટીથી ખોપોલી જવા રવાના થઈ. તે આગળ વધી અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર રોકાઈ હતી. એ પછી સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનથી લોકલ આગળ વધી રહી હતી ત્યારે, મોટરમેનને પાટા પર કંઈક દેખાયું હતું, અને શંકાસ્પદ લાગતા મોટરમેને ઈમરજન્સી બ્રેક લગાવી અને લોકલ ટ્રેન રોકી દીધી હતી.

મોટરમેન પોતે લોકલમાંથી નીચે ઉતર્યો અને વસ્તુની નજીક ગયો. તેથી તે એક મોટો ડ્રમ હતો. અને તે ડ્રમમાં 15 થી 20 કિલોના પથ્થરો ભરેલા હતા. મોટરમેનની સર્તકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈમાં લોકલની સામે ટ્રેક પર લોખંડનું ડ્રમ મૂકીને લોકલ ટ્રેનનો અકસ્માત સર્જવાનો પ્લાન હતો. પરંતુ મોટરમેનની તકેદારીથી પ્લાન ઉંધો પડી ગયો હતો.. સેન્ડહર્સ્ટ રોડ-ભાયખલા સ્ટેશનની વચ્ચે, એક અજાણ્યા વ્યક્તિએ 15 થી 20 કિલો પથ્થરથી ભરેલું લોખંડનું ડ્રમ પાટા પર મૂક્યું હતું.

તે જ સમયે, એક ઝડપી લોકલ ટ્રેન આ રૂટ પર બપોરે 3:10 વાગ્યે સીએસએમટીથી ખોપોલી માટે રવાના થઈ હતી. તે સમયે મોટરમેન અશોક શર્માએ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનથી બહાર નીકળતી વખતે ટ્રેક પર લોખંડનું ડ્રમ જોયું. પરિસ્થિતિ પ્રત્યે જાગૃતિ દર્શાવતા અશોક શર્માએ તાત્કાલિક બ્રેક લગાવીને લોકલ રોકી હતી.

15 થી 20 કિલો પથ્થર લોકલ ટ્રેન ઊભી રાખ્યા પછી મોટરમેન અશોક શર્મા પોતે પાટા પર ઉતર્યા હતા. તેઓએ પાટા પર લોખંડની ડ્રમ જોઈ. જ્યારે તેઓ તે ડ્રમ પાસે પહોંચ્યા તો જાણવા મળ્યું કે તે ડ્રમમાં 15 થી 20 કિલો પથ્થર ભરેલા હતા. મુસાફરોની મદદથી શર્માએ ડ્રમ હટાવ્યો. શર્માની સમય સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ સંદર્ભે પોલીસમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...