પુસ્તક વિમોચન સમારંભ:મોબાઈલના અતિરેક વચ્ચે બાળકોએ પુસ્તક લખ્યું તેમજ પ્રકાશિત પણ કર્યું

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પુસ્તકને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ 2023માં પણ સ્થાન મળ્યું છે

આજની ઝડપથી દોડતી જીવનની ઘટમાળ, મોબાઈલ અને કમ્પ્યુટરમાં ટેક્નોલોજીના અતિરેક વચ્ચે મુંબઈના અમુક બાળકોએ પુસ્તક વાંચવાથી આગળ પુસ્તક લખીને પ્રકાશિત કરવાનું કાર્ય સિદ્ધ કર્યું છે. ‘લેટ્સ નોટ ગ્રો અપ’ પુસ્તક 9થી 11 વર્ષની વયના બાળકોએ લખ્યું છે. પુસ્તકને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ 2023’માં સ્થાન મળ્યું છે. સહુથી વધુ લેખકોને સમાવિષ્ટ કરતું પુસ્તક આ કેટેગરીમાં આ પુસ્તકને સ્થાન પ્રાપ્ત થયું છે.

354 પૃષ્ઠ ધરાવતું પુસ્તક ‘લેટ્સ નોટ ગ્રો અપ’ના સંકલનકાર આરૂષ જૈન, હિતાંશ શાહ, ખનક સાબુ, રેવાંત નાંગલિયા, રોનવ બિહાની અને યુગેન મહેતા છે. પ્રકાશક ધ રાઈટ ઓર્ડર પબ્લિકેશન્સ છે. સંકલનની જહેમત માટે આ છ બાળકોને 25 જુલાઈ, 2022ના માન્યતા મળી છે. પુસ્તકમાં મૈસૂરની કાલ્પનિક શાળાની સ્વતંત્ર ભિન્ન ભિન્ન લેખકોની કથાઓનો સમાવેશ છે.

શાળામાં ચાલતા ફ્રી પિરિયડ, ઓચિંતી લેવાતી પરીક્ષા, રમતગમત કાર્યક્રમ, વાલી શિક્ષક મિટિંગ, વિજ્ઞાન લેબમાં થતા અનુભવ, શાળાના વાર્ષિકોત્સવની વાર્તા, શાળામાં વર્ગમાં ઊજવાતા જન્મદિવસ જેવા વિષયો વાચકને તેમના શાળાનાં સંસ્મરણો તાજં કરશે. 31 જુલાઈના સાંજે 4 વાગ્યે ગોરેગાંવ પૂર્વ ખાતે આ પુસ્તકનો વિમોચન સમારંભ યોજવામાં આવ્યો છે.

દરમિયાન શનિવારે સવારે આ બાળકો ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટીને મળવા પહોંચ્યા હતા. “આજે બાળકો પુસ્તકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે. મોબાઈલ ફોન પર ગેમ્સ, રમતોને કારણે પુસ્તક ખોવાઈ રહ્યા છે એવા સમયે બાળકોએ પુસ્તક લખ્યું પ્રકાશિત કર્યું અને તેનું વિમોચન 31 જુલાઈના ગોરેગાંવ ખાતે કરી રહ્યા છે તે સંપૂર્ણ બાબત અભિનંદનને પાત્ર છે,” એમ શેટ્ટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...