બીજી બ્રાન્ડના પાણીની પરવાનગી:રેલનીરની અછત થતા બીજી બ્રાન્ડના પાણીની પરવાનગી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્ય રેલવેમાં રેલનીર પેક બોટલ્સની અછત ઊભી થઈ છે. મધ્ય રેલવેમાં હાર્બર લાઈનના તમામ સ્ટેશનમાં તેમ જ મેઈન લાઈનમાં કલ્યાણથી આગળ ઈગતપુરી, લોનાવલા સેક્શનમાં તથા ભુસાવળ ડિવિઝન, સોલાપુર ડિવિઝનના સ્ટેશનમાં પેકેજ્ડ બોટલ્સની અછત ઊભી થવાથી આઈઆરસીટીસીએ સંબંધિત ડિવિઝન અને સ્ટેશનના લાયસંસ કેટરિંગવાળાને બીજી બ્રાન્ડની પાણીની પેકેજ્ડ બોટલ્સ વેચવાની હંગામી ધોરણે પરવાનગી આપી છે.

તહેવારોના દિવસમાં અચાનક માગમાં થયેલો વધારો તેમ જ અંબરનાથ ખાતેના રેલનીર પ્રકલ્પનું ઉત્પાદન ઓછું થવાથી રેલનીરની અછત ઊભી થઈ છે. મધ્ય રેલવમાં હાર્બર લાઈનના તમામ સ્ટેશન, કલ્યાણથી આગળ ઈગતપુરી, લોનાવલા સુધી તેમ જ ભુસાવળ, નાશિક રોડ, મનમાડ, સોલાપુર, દૌંડ, નગર સ્ટેશનમાં અછત થવાની શક્યતા હોવાથી રેલનીરનું ઉત્પાદન કરતા આઈઆરસીટીસીએ ત્યાં બીજી કંપનીઓનું પાણી વેચવા કેન્ટિન ધારકોને પરવાનગી આપી છે.

અન્ય સમાચારો પણ છે...