મંજૂરી:નવી મુંબઈ એરપોર્ટ માટે પ્રકલ્પ ક્ષેત્રનાં બધાં માળખાં દૂર કરાયાં

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકલ્પગ્રસ્તોના સહયોગથી શક્ય બન્યું: સિડકો

એક યા બીજા કારણોસર અનેક ડેડલાઈન પાર કરતા નવી મુંબઈ ઈન્ટરનેશનલ લિમિટેડ પ્રોજેક્ટે મોટી પ્રગતિ કરી છે. પ્રકલ્પની જગ્યામાં સ્થિત 3070 માળખાં હટાવવાં આવ્યાં છે, જેથી 1160 હેક્ટરની સંપૂર્ણ જગ્યા એરપોર્ટના નિર્માણ માટે મોકળી થઈ ગઈ છે.

આ ગામના 5000થી વધુ પરિવારોનું પુનર્વસન પૂર્ણતાને આરે છે. રાયગડ જિલ્લાના પનવેલ તાલુકાનાં 10 ગામો ખાલી કરવામાં આવ્યાં છે. પ્રકલ્પગ્રસ્તોના સહયોગને લીધે આ શક્ય બન્યું છે, એમ સિડકોના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. સંજય મુખરજીએ જણાવ્યું હતું.

જાહેર ઈમારતો, ચર્ચ, જાહેર અને ખાનગી માલિકીનાં 56 મંદિરોનું પુનર્વસન કરવામાં આવ્યું છે અને ભગવાનની મૂર્તિઓને પ્રકલ્પગ્રસ્તોની મદદથી સન્માનનીય રીતે ખસેડવામાં આવે છે. સમુદાયનાં મંદિરો, શાળા અને સ્મશાન સહિત 27 નિર્માણ ખાલી કરાવવામાં આવ્યાં છે. એરપોર્ટની જગ્યામાં મહત્ત્વપૂર્ણ પૂર્વવિકાસ કાર્યો પૂર્ણ કરાયાં છે, એમ તેમણે જણાવ્યું હતું.અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સની સ્ટેપ-ડાઉન સબસિડિયરી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નવી મુંબઈ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.

આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રહેશે, જે મુંબઈ મહાનગર પ્રદેશમાં પ્રવાસીઓને સેવા આપશે.હાલ મુંબઈ અને આસપાસથી અવરજવર માટે ફક્ત મુંબઈ એરપોર્ટ છે, જે એક રનવે પર ચાલે છે અને વર્ષોથી સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલે છે. જૂન 2018માં એક રનવેના એરપોર્ટ પરથી એક દિવસમાં વિક્રમી 1000 ઉતરાણ અને ઉડ્ડયન નોંધાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...