કેતકી ચિતળેની કોર્ટમાં રજૂઆત:મારા વિરુદ્ધ બધી FIR ગેરકાયદસર ,કેતકીની નુકસાન ભરપાઈની માગણી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટના કેસમાં કેતકી ચિતળેની કોર્ટમાં રજૂઆત

જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલ તમામ એફઆઈઆર ગેરકાયદે છે અને મારી ધરપકડ પણ ગેરકાયદે છે એવો દાવો અભિનેત્રી કેતકી ચિતળેએ કર્યો છે. પોતાની ધરપકડ કરતા સમયે વ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોવાથી મને નુકસાન ભરપાઈ આપવામાં આવે એવી માગણી પણ કેતકીએ કોર્ટ સમક્ષ કરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ વિવાદસ્પદ પોસ્ટ કરવા પ્રકરણે કલવા પોલીસ સ્ટેશન સાથે મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કેતકી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

15 મેથી એટલે કે છેલ્લા ચોવીસ દિવસથી કેતકી કેદમાં છે. આ જ પ્રકરણે એણે હવે સીધા મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી છે. કેતકીના કેસની તાત્કાલીક સુનાવણી લેવામાં આવે એ માટે અરજી દ્વારા વિનંતી કરવામાં આવી છે એમ એના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે જણાવ્યું છે. 14 મેના રાષ્ટ્રવાદી કોંગ્રેસના પદાધિકારીઓની ફરિયાદના આધારે કલવામાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ કેતકીની 15 મેના ધરપકડ કરવામાં આવી હતી. એ પછી થાણે મેટ્રોપોલિટન કોર્ટે એને 18 મે સુધી પોલીસ કસ્ટડી સંભળાવી. એ પછી હજી પણ કેતકી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જે વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી એના નામનો પોસ્ટ કરેલી કવિતામાં ક્યાંય ઉલ્લેખ નથી.

આ કથિક વાંધાજનક કવિતા પવાર નામના વ્યક્તિને ઉદ્દેશીને અને એ વ્યક્તિને ઠેસ પહોંચાડનારી છે એમ ગણીએ તો ફરિયાદ કરનારામાંથી કોઈ વ્યક્તિનું નામ પવાર નથી. આ સંદર્ભે પવાર નામના કોઈ વ્યક્તિએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી નથી. તો પછી પોલીસ મારી ધરપકડ કેવી રીતે કરી શકે છે? એવો સવાલ અરજી દ્વારા કેતકીએ ઉપસ્થિત કર્યો છે.

આજે જામીન અરજી પર સુનાવણીની શક્યતા
મારી પોસ્ટમાંથી એક કવિતા પરથી રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. પોલીસ યંત્રણાના હાથમાં રાખીને મારા વિરુદ્ધ વેરભાવથી કાર્યવાહી કરવામાં આવી છે. મારા વિરુદ્ધ એક પછી એક અનેક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. એમાં કાયદો અને સત્તાનો દુરુપયોગ થવાનો ડર છે એવો આરોપ કેતકીએ અરજીમાં કર્યો છે. દરમિયાન 8 મેના કેતકી ચિતળેએ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પર સુનાવણી થાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...