મુંબઈ મેટ્રો:આકુર્લી - એકસર મેટ્રો સ્ટેશન મહિલાઓ ચલાવે છે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન મેનેજરથી સિક્યુરિટી સ્ટાફ સુધી 76 મહિલાઓની ટીમ કરે છે સંચાલન

મહારાષ્ટ્ર પ્રદેશમાં ઈતિહાસ રચતાં મુંબઈ મેટ્રો પર સૌપ્રથમ સર્વ મહિલાઓ દ્વારા સંચાલિત મેટ્રો સ્ટેશનનું બિરૂદ લાઈન 2એ પર આકુર્લી અને લાઈન 7 પર એકસરે મેળવ્યું છે. એમએમઆરડીએ અને એમએમએમઓસીએલ દ્વારા મહિલા સશક્તિકરણ હેઠળની પહેલ છે.

આકુર્લી અને એકસર સ્ટેશનમાં સ્ટેશન મેનેજરથી સિક્યુરિટી સ્ટાફ સુધી 76 મહિલા કર્મચારીઓની ટીમ દ્વારા સંચાલન કરાય છે. પરિવહન ઉદ્યોગમાં મહિલાઓનું યોગદાન, લિંગ સમાનતા, કાર્યસ્થળે સમાવેશકતાનો આ દાખલો બેસાડવાનું લક્ષ્ય છે, એમ મટ્રોપોલિટન કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસે જણાવ્યું હતું.

મેટો પ્રણાલીના કાર્યક્ષમ સંચાલન પછી સ્ટેશન કંટ્રોલર, એક્સેસ ફેર ઓફિસર, ટિકિટ સલ્સ ઓફિસર, શિફ્ટ સુપરવાઈઝર, કસ્ટમર કેર ઓફિસર સુધી ત્રણ પાળીમાં મહિલાઓ કામ કરશે. ઉપરાંત પ્રવાસીઓને સહાય કરશે, સલામતીનું ધ્યાન રાખશે અને સ્ટેશનો પર સ્વચ્છ વાતાવરણન ખાતરી રાખવા માટે હાઉસકીપિંગનું કામ પણ પાર પાડશે. પરિવહન ઉદ્યોગમાં મહિલાઓની ક્ષમતાને આલેખિત કરતી આ પહેલ છ અને અન્ય મહિલાઓને પણ આ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રેરણા મળશે, એમ તેમણે જણાવ્યું હતું.

અમારી મહિલા કર્મચારીઓને સુરક્ષિત કાર્ય વાતાવરણ આપવા માટે મેટ્રો લાઈન 2એ અને 7માં મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરવા સાથે મહિલા પ્રવાસીઓ માટે નિયુક્ત મહિલા મેટ્રો કોચ, વોશરૂમ્સ અને ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 889 0808 પણ છે.

ઓપરેશન્સ સ્ટાફમાં આશરે 27 ટકા મહિલાઓ છે, એટલે કે, આઉટસોર્સ્ડ સ્ટાફ સહિત મેઈનટેનન્સ, એચઆર, ફાઈનાન્સ, એડમિન ડિપાર્ટમેન્ટ જેવાં ક્ષેત્રોમાં આશરે 958 મહિલાઓ કાર્યરત છે. મુંબઈ મેટ્રોનું પ્રથમ સર્વ મહિલા સંચાલિત અને વ્યવસ્થાપન કરાતાં સ્ટેશનની ઘોષણા કરવમાં અમને ગૌરવની લાગણી થાય છે. આ પહેલ અન્ય મહિલાઓને પરિવહન ક્ષેત્રમાં આગેવાની ભૂમિકા લેવા માટે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે એવી આશા છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...