ભ્રષ્ટાચાર પ્રકરણ:શિખર બેંક ભ્રષ્ટાચાર પ્રકરણે અજિત પવારની મુશ્કેલી વધી શકે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈઓડબ્લ્યૂએ આગળની તપાસ શરૂ કર્યાની માહિતી કોર્ટમાં આપી

મહારાષ્ટ્ર રાજ્ય કો-ઓપરેટીવ બેંક (શિખર બેંક) ભ્રષ્ટાચાર પ્રકરણે ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારની અડચણ વધે એવી શક્યતા છે. આ પ્રકરણે મૂળ ફરિયાદીએ વિરોધ અરજી દ્વારા ભ્રષ્ટાચાર સંબંધી ઉપસ્થિત કરેલા મુદ્દા અને ઈડીએ દાખલ કરેલા અહેવાલના આધારે પ્રકરણની આગળની તપાસ શરૂ કર્યાની માહિતી આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યૂ)એ સ્પેશિયલ કોર્ટમાં આપી હતી.

ખાસ વાત એટલે પવાર અને 76 જણ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા મળ્યા નથી એમ જણાવતા પ્રકરણ બંધ કરવાની માગણી કરતો અહેવાલ ઈઓડબ્લ્યુએ કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે આ અહેવાલનો વિરોધ કરતી મૂળ ફરિયાદીએ કરેલી વિરોધ અરજી અને ઈડીના અહેવાલના આધારે પ્રકરણની આગળની તપાસ શરૂ કરવામાં આવ્યાનું ઈઓડબ્લ્યૂએ જણાવ્યું છે.

મૂળ ફરિયાદ સુરિંદર અરોરાએ આ પ્રકરણે દાખલ કરેલી જનહિત અરજીના મુદ્દા યોગ્ય ઠરાવીને હાઈ કોર્ટે આ પ્રકરણે ગુનો નોંધવાનો આદેશ ઈઓડબ્લ્યૂને આપ્યો હતો. જો કે પવાર અને બીજા લોકો વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા ન હોવાનો દાવો કરીને પોલીસે પ્રકરણ બંધ કરવાની માગણી કરતો અહેવાલ કોર્ટમાં દાખલ કર્યો હતો. આ અહેવાલ વિરુદ્ધ અરોરાએ કોર્ટમાં વિરોધ અરજી કરીને પોતાનો પક્ષ સાંભળવાની માગણી કરી હતી. ઈડીએ અહેવાલ રજૂ કરીને આ પ્રકરણે પુરાવા હોવાનો દાવો કર્યો હતો. એ સમયે પોલીસે આ અરજી અને અહેવાલનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...