માગ:અતિવૃષ્ટિથી રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવા અજિત પવારની માગ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું અને વરસાદનું એક ટીપું નહીં પડ્યું

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના વિરોધી પક્ષ નેતા અજિત પવારે સોમવારે રાજ્યમાં અતિવૃષ્ટિ, મંત્રીમંડળ વિસ્તરણ સહિતના મુદ્દાઓ પર શિંદે- ફડણવીસ સરકારની ટીકા કરી હતી. રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ અને 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે એ ધ્યાનમાં લેતાં ભીનો દુકાળ જાહેર કરવો જોઈએ.તમારી પાસે બહુમત છે તો રાજ્યમાં રખડેલું મંત્રીમંડળ ઝડપથી વિસ્તરણ કરો. 2021થી શરૂ કરેલાં કામોને સ્થગિતી આપવામાં આવી રહી છે. તમારી બે જણની સરકાર પણ જશે. બહુમતી છે તે મંત્રીમંડળ જલદીથી અસ્તિત્વમાં લાવો. અતિવૃષ્ટિ શરૂ થઈ ત્યારથી રાજ્યના કેટલાક ભાગોમાં ખેડૂતોની આત્મહત્યા વધી ગઈ છે. મરાઠવાડા, વિદર્ભમાં આવું દુખદ ચિત્ર જોવા મળી રહ્યું છે. સરકારની દ્રષ્ટિથી આ શરમની બાબત છે.

ખેડૂતો અને ગ્રામજનોને દિલાસો આપવા માટે તુરંત વિધાનમંડળનું સત્ર બોલાવવું જોઈએ. અમારા કાર્યકાળમાં સત્ર 18 જુલાઈના રોજ લેવાનું નક્કી થયું હતું. રાજકીય ઘટનાક્રમ પછી 25 જુલાઈએ લેવાશે એવું કહેવામાં આવતું હતું. હવે ઓગસ્ટમાં સત્ર લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.વિધાનસભ્યોને તે ભાગોમાં ગયા પછી જે જોવા મળે છે તે રજૂ કરવાનું માધ્યમ વિધાનમંડળ છે. આ સરકાર સત્ર લેતી નથી. આટલી બહુમતી છે તો સત્ર લેવા તમને કોણ રોકે છે? મંત્રીમંડળની બેઠક લેવા માટે કોણ રોકે છે, એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા કોણ? - મહાલિકાસ આઘાડી હવે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહેશે તે રીતે કામ કરશે. વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા સૌથી વધુ વિધાનસભ્ય હોય તે પક્ષનો બને છે. ગયા વખતે અમે પણ શેકાપના વિધાનસભ્યોને ટેકો આપવાનો પત્ર આપ્યો હતો. જોકે કોંગ્રેસનો વિરોધી પક્ષ નેતા બન્યો. આથી સભાગૃહમાં શિવસેનાના 12, રાષ્ટ્રવાદીના 10 અને કોંગ્રેસના 10 સભ્ય છે. કેન્દ્રમાં સભાગૃહમાં સભ્ય સંખ્યાના 10 ટકા સભ્ય હોય છે. આથી લોકસભામાં વિરોધી પક્ષ નેતા નથી. રાજ્યમાં વિધાનસભામાં 29 વિધાનસભ્યોની જરૂર વિરોધી પક્ષ નેતા થવા માટે જરૂર પડે છે, એમ પવારે જણાવ્યું હતું.

તિરુપતિમાં મહારાષ્ટ્રનાં વાહનોનો અટકાવ
દરમિયાન હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું અને વરસાદનું એક ટીપું નહીં પડ્યું, એમ કહીને તેમણે લંડનનો દાખલો આપીને ટીકા કરી હતી. તિરુપતિ સંબંધમાં વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ધરાવતાં વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે એવી વાતો બહાર આવી છે. આ બાબતે મિલિંદ નાર્વેકરને મેં માહિતી મેળવીને ભૂમિકા રજૂ કરવા જણાવ્યું છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદેને તે રાજ્યના મુખ્ય મંત્રી સાથે વાત કરીને આ રોકવું જોઈએ એવી જાણ કરી છે, એમ પવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...