ઓગસ્ટ 2022થી સેવામાં:વિમાનવાહક જહાજ આઈએસીનું સમુદ્રિ પરીક્ષણ પૂરુંઃ આગામી મહિને સેવામાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિમાનવાહક જહાજ આઈએસી માટે સમુદ્રિ પરીક્ષણોનો ચોથ્થો તબક્કો પૂરો થયો છે. ભારતીય નૌકા દળ અને કોચિન શિપયાર્ડ દ્વારા ઘરઆંગણે બનાવવામાં આવેલા આ જહાજને હવે ઓગસ્ટ 2022થી સેવામાં લેવાશે. આ જહાજની ખૂબી એ છે કે તે બનાવવા માટે 76 ટકાથી વધુ સામગ્રીઓ ભારતમાં નિર્માણ કરાઈ છે.

આ જહાજનું આરંભિક સમુદ્રિ પરીક્ષા ઓગસ્ટ 2021માં પૂરું કરવામાં આવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2021 અને જાન્યુઆરી 2022માં અનુક્રમે બીજા અને ત્રીજા તબક્કાનાં પરીક્ષણો પૂરાં કરવામાં આવ્યાં હતાં. સમુદ્રિ પરીક્ષણના આ ત્રણ તબક્કા દરમિયાન તેના યંત્રો, વિદ્યુત ઉપકરણો, ડેક પરના યંત્રો, જીવનદાયી ઉપકરણો, જહાજનું નેવિગેશન અને સંદેશવ્યવહાર પ્રણાલીઓનાં પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં.

આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા પહેલનો આ વધુ એક ઉત્તમ દાખલો છે. આને કારણે કોચિન શિપયાર્ડમાં 2000થી વધુ અને સંલગ્નિત ઉદ્યોગોમાં 12,000થી વધુ કર્મચારીઓને રોજગારની તક મળવા સાથે સંલગ્નિત ઉદ્યોગોનો મોટી સંખ્યામાં વિકાસ થવા સાથે ઘરઆંગણે ડિઝાઈન અને નિર્માણ ક્ષમતાઓમાં વૃદ્ધિ થશે, એમ સંરક્ષણ દળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...