ભાસ્કર વિશેષ:એર ઈન્ડિયા લાંબા અંતરની ફ્લાઈટ્સમાં હવે પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ રજૂ કરશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ | બજાર હિસ્સો વધારવા સાથે વૈશ્વિક નેટવર્ક વિસ્તારવાનું લક્ષ્ય

એર ઈન્ડિયા આગામી મહિને લાંબા અંતરની અમુક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ રજૂ કરશે. ઉપરાંત બજાર હિસ્સો અને વૈશ્વિક નેટવર્ક વિસ્તારવાનું પણ લક્ષ્ય છે, એમ ટાટા સમૂહની માલિકીની આ એરલાઈન્સના પ્રમુખ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું. જેઆરડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સમારંભમાં બોલતાં તેમણે જણાવ્યું કે એરલાઈન્સ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ માર્ગોમાં તેનો બજાર હિસ્સો કમસેકમ 30 ટકા વધારશે.

એરલાઈન્સ લાંબા ગાળાની કાયાકલ્પ યોજનાનો અમલ કરી રહી છે અને આગામી પાંચ વર્ષમાં તે વાઈડ-બોડી અને નેરો- બોડી કાફલો વધારવા સાથે વૈશ્વિક નેટવર્ક વિસ્તારવાનું પણ લક્ષ્ય ધરાવે છે. ટૂંકા ગાળાનાં પગલાંમાં કાર્પેટ્સ, પડદા, સીટ કુશન અને કવર બદલી કરવાનો સમાવેશ થાય છે. ખામીયુક્ત સીટ્સ અને ફ્લાઈટમાં એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ્સને સપ્લાય ચેઈને મંજૂરી આપતાં જ સુધારવામાં આવશે.બજારમાં અમુક પાર્ટસ હવે ઉપલબ્ધ નથી તે ધ્યાનમાં લેતાં પોતાની રીતે પાર્ટસ ડિઝાઈન અને ઉત્પાદન કરવા માટે ટાટા ટેકનોલોજીઝ જેવી કંપનીઓ સાથે કામ કરવામાં આવશે.

અમે હાલમાં ડોમેસ્ટિક ઈનફ્લાઈટ મેનુ સંપૂર્ણ બદલી નાખ્યે છે અને આગામી મહિને અમુક લાંબા અંતરની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પ્રીમિયમ ઈકોનોમી લોન્ચ કરીશું, એમ એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી વિલ્સને જણાવ્યું હતું.

અમે પાર્ટસ અને નાણાંને અભાવે વર્ષોથી પડી રહેલાં લગભગ 20 એરક્રાફ્ટ પુનઃસ્થાપિત કર્યાં છે. કેબિન ઈન્ટીરિયરને છોડતાં તેમાં 30,000 પાર્ટસ પ્રાપ્ત કરવાનું આવશ્યક છે. લાંબા સમયથી પડી રહેલાં એરક્રાફ્ટ પુનઃસ્થાપિત કરવા સાથે અમે 30 વધારાનાં એરક્રાફ્ટ ભાડાથી લઈ રહ્યાં છે, જે આગામી સપ્તાહથી આરંભ કરતાં 12 મહિનામાં સેવામાં લેવાશે.

ઉપરાંત એર ઈન્ડિયાની મધ્યમ અને લાંબા ગાળાની વૃદ્ધિને ગતિ આપવા માટે નવી પેઢીનાં એરક્રાફ્ટનાં ઐતિહાસિક ઓર્ડર માટે બોઈંગ, એરબસ અને એન્જિન ઉત્પાદકો સાથે ચર્ચાવિચારણા ચાલુ છે. આ માટે પૂરતું રોકાણ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...