માગણી:મરાઠા અનામત મામલે સરકાર ભૂમિકા સ્પષ્ટ ન કરે તો આંદોલન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિંદે - ફડણવીસ સરકારની મુશ્કેલી વધશે

રાજ્યમાં સત્તામાં આવેલી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. મરાઠા અનામતનો મુદ્દો ફરી એક વાર સળગવાની શક્યતા ઊભી થઈ છે. આગામી 15 દિવસમાં મરાઠા અનામત બાબતે રાજ્ય સરકારે ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ, અન્થયા સરકારને આક્રોશનો સામનો કરવો પડશે, એવો ઈશારો મરાઠા ક્રાંતિ મોરચાની બેઠક પછી સંભાજીનગરમાં આપવામાં આવ્યો છે. આ બાબતનો નવો વિવાદ અથવા કાયદેસર ઉત્તર હવે સરકાર પાસે નથી જોઈતો. આ પ્રકરણે સરકાર શું ભૂમિકા લે છે તે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ એવી માગણી કરવામં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત સુનાવણી ફરી શરૂ થવાની જરૂર છે. રાજ્ય સરકાર પુનર્વિચાર અરજી ક્યારેય દાખળ કરશે તેનો ઉત્તર સરકારે આપવાની જરૂર હોવાની માગણી કરવામાં આવી છે. જો સુપ્રીમ કોર્ટમાં ફરી સરકાર જવાની નહીં હોય તો આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવશે કે કેમ, તે ક્યારથી શરૂ કરશે એવા અમુક પ્રશ્નો મરાઠા ક્રાંતિ મોરચાએ સરકારને પૂછ્યા છે. એકનાથ શિંદેના રૂપમાં મરાઠા મુખ્ય મંત્રી રાજ્યને લાભ્યો છે.

સંભાજીરાજે, ઉદયનરાજે આદરસ્થાને
છત્રપતિ સંભાજીરાજે અને છત્રપતિ ઉદયનરાજે આદરસ્થાને છે તેનો કોઈ વાદવિવાદ થી એમ મરાઠા ક્રાંતિ મોરચાની બેઠક પછી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમનુ નેતૃત્વ અન્યકોઈના નેતૃત્વ કરતાં મોટું અને અલગ છે. 15 દિવસમાં સરકારે આ બાબતે નક્કર નિર્ણય લેવા જોઈએ, જે પછી રાજ્યમાં જે પણ થશે તે જાણ થશે જ, એવો ઈશારો પણ આપવામાં આવ્યો છે.સંભાજીનગરમાં મરાઠા ક્રાંતિ મોરચાની બેઠક પાર પડી. ફરી એક વાર મરાઠા સમાજની ભાવના રાજ્ય સરકાર પાસે રજૂ કરવામાં આવશે એવું આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું. સરકારે આ બાબતે નિવેદન આપશે એમ સ્પષ્ટ કર્યું છે. મરાઠા ક્રાંતિ મોરચાએ હમણાં સુધી રાજ્યની ચાર સરકારો જોઈ છે. જોકે હજુ અનેક માગણીઓ પ્રલંબિત હોવાનું કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...