કેન્દ્રની ટીકા:આગામી લોકસભાની ચૂંટણી આઘાડી એકત્ર લડી શકેઃ શરદ પવારના સંકેત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ED, CBI સહિતની એજન્સીઓના દુરુપયોગના મુદ્દા પર કેન્દ્રની ટીકા

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લઘુતમ સમાન કાર્યક્રમને આધારે લડવાનો વિચાર કરવામાં આવી શકે, એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે જણાવીને આગામી ચૂંટણી મહાવિકાસ આઘાડી તરીકે લડવામાં આવી શકે એવી શક્યતા વધી છે.પવારે બુધવારે આ સંકેત આપ્યા હતા, જેને લીધે આગામી ચૂંટણી મહાવિકાસ આઘાડી તરીકે લડવાની શક્યતા તેજ બની છે. પવારે જણાવ્યું, આગામી ચૂંટણી એકત્રિત લડવા બાબતે વિચાર થઈ શકે છે. ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દા પરથી કેન્દ્ર સરકારની ટીકા કરતાં પવારે જણાવ્યું કે ભાજપે નવો કાર્યક્રમ હાથમાં લીધો છે.

પૈસા, ઈડી અને સીબીઆઈના બળ પર સરકાર પાડવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં જે બન્યું તેવો જ અખતરો ઝારખંડમાં હાલમાં કરવામાં આવી રહ્યો છે. ભાજપના આ પ્રયાસનો સામનો કઈ રીતે કરવો તે આપણે નક્કી કરવું પડશે. આ માટે વિરોધીઓએ એકત્ર આવવું જોઈએ, એમ પવારે જણાવ્યું હતું.ભાજપનો સાથ છોડીને રાષ્ટ્રીય જનતા દળ સાથે જવાનો નિર્ણય લેવા બદલ પવારે નીતિશકુમારની સ્તુતિ કરી હતી. નીતિથ અમારા જૂના સહયોગી છે અને તેમણે યોગ્ય રાજકીય નિર્ણય લીધો છે, એમ પવારે જણાવ્યું હતું.દરમિયાનગુલાન નબી આઝાદે કોંગ્રેસ છોડી તે વિશે મત આપવાનું પવારે ટાળ્યું હતું. કોંગ્રેસનો અધ્યક્ષ કોણ હોવો જોઈએ, કોણ નહીં હોવો જોઈએ તે પક્ષનો અંતર્ગત પ્રશ્ન છે, એમ કહીને તેમણે સિફતપૂર્વક વાત ટાળી હતી.

યુપીએનું અધ્યક્ષપદ નહીં જોઈએ : પવારે આ સમયે એમ પણ જણાવ્યું કે ઉંમરને હિસાબે હવે નવી જવાબદારી લેવાની ઈચ્છા નથી. આમ કહીને તેમણે વડા પ્રધાનપદ અને યુપીએ અધ્યક્ષપદની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બુધવારે થાણેખાતે બોલતાં પવારે 82 વર્ષની ઉંમરનો હવાલો આપીને દેશની સત્તાનું કોઈ પણ પદ સ્વીકારશે નહીં અને તેવી ઈચ્છા પણ નથી એમ સ્પષ્ટ કર્યું હતું.

નેતૃત્વ પરથી મતભેદ
2024માં ભાજપને પરાભૂત કરવા માટે વિરોધી પક્ષની એકત્ર આવવાની ચર્ચા આ પૂર્વે પણ અનેક વાર થઈ છે. જોકે આ આઘાડીનું નેતૃત્વ કોણ કરશે તેની પર વિરોધીઓમાં હજુ એકમત સધાયો નથી. કોંગ્રેસ કમજોર થઈ છે ત્યારે વિરોધીઓના નેતૃત્વ માટે ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનું નામ અગ્રક્રમે છે. જોકે તેની પર વિરોધીઓમાં હજુ પણ સંમતિ થઈ નથી.

ભાજપમુક્ત ભારતની ઘોષણા
તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) દ્વારા બુધવારે પટનામાં મુખ્ય મંત્રી નીતિખ કુમાર અને ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવની મુલાકાત લીધી હતી. 2024ની લોકસભાની ચૂંટણી માટે વિરોધીઓને ભેગા કરવાનો પ્રયાસ કરનારા રાવે નીતિશ અને તેજસ્વી સાથે બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદ લીધી હતી. કેસીઆરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં ધોરણો પર પ્રશ્નો ઉપસ્થિત કરીને ભાજપમુક્ત ભારત એવી ઘોષણા આપી હતી. રાવે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તેમના ઘરે જઈને મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...