કાર્યવાહી:મુંબઈ મહાપાલિકા તરફથી પ્લાસ્ટિક વિરુદ્ધ ફરી ઝુંબેશ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે ઝુંબેશ બંધ કરવામાં આવી હતી

કોરોના અને લોકડાઉનન કારણે બંધ પડેલી પ્લાસ્ટિક બંધી ઝુંબેશ મહાપાલિકા હવે ફરીથી શરૂ કરશે. એક વખત વાપરીને ફેંકી દેવાતા અને ઘાતક પ્રકારના પ્લાસ્ટિક વિરુદ્ધ ફરીથી વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈમાં વિવિધ ઠેકાણે પોણા બે લાખ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને 5 કરોડ રૂપિયા કરતા વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધિત પ્લાટસ્કિનો ઉપયોગ ટાળવો એવી હાકલ કરવા સાથે મુંબઈ મહાપાલિકા પ્રશાસને દંડાત્મક કાર્યવાહી કરવાનો ઈશારો આપ્યો છે. રાજ્ય સરકારે 2018માં પ્લાટસ્કિ બંધી લાગુ કર્યા પછી મુંબઈ મહાપાલિકાએ એની અમલબજાવણી કરવાની સખત કાર્યવાહી શરૂ કરી. જો કે કોરોના લોકડાઉનમાં આ કાર્યવાહી ધીમી પડી હતી. એ જ સમયે વિવિધ કારણોસર પ્લાસ્ટિકનો ઉપયોગ વધવા માંડ્યો. તેથી મુંબઈમાં પ્લાસ્ટિકનો કચરો વધ્યાનું દેખાયું.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકા ફરીથી ઝુંબેશ શરૂ કરશે. નાગરિકો, વેપારીઓ, ફેરિયાઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં એવી હાકલ મહાપાલિકા પ્રશાસને કરી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો સંબંધિત પર 5 હજાર રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો પ્રશાસને આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...