કોવિડના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમસંસ્કાર કર્યા પછી એ વ્યક્તિને સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હોવાનો એસએમએસ બીકેસી જમ્બો કોવિડ સેંટર તરફથી મોકલવામાં આવ્યો. પ્રશાસનની આવી બેદરકારીના લીધે પોતાના પુત્રનો જીવ ગયો એવો આરોપ કરતા પિતાએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જો કે ખંડપીઠે તેમની અરજી સાંભળવા નકાર આપ્યો અને બીજી ખંડપીઠ પાસે દાદ માગવાનો નિર્દેશ આપ્યો હતો.
લો સ્ટ્રીમમાં ભણીને એમ.આર.ની નોકરી કરતા સુનીલકુમાર યાદવને બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ થયું. એને 2 મે 2021ના બીકેસીના જમ્બો કોવિડ સેંટરમાં દાખલ કરવામાં આવ્યો. એ પછી 15 મેના ઘાટકોપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે 16 મેના એનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ બાબતે સગાસંબંધીઓને સવારના માહિતી આપવામાં આવી અને તેમણે મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હતા.
એ પછી બીજા દિવસે 17 મેના યાદવને બીકેસીથી ઘાટકોપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હોવાનો મેસેજ મોબાઈલ પર આવ્યો. પોતાના પુત્રને બીજી હોસ્પિટલમાં ખસેડતા હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે જ એનું મૃત્યુ થયું. તેથી બીકેસી જમ્બો કોવિડ સેંટરના ડીન ડો. રાજેશ ડેરે અને બીજા સંબંધિતો પર કાર્યવાહી કરવી એવી માગણી કરતા સુનીલકુમારના પિતા રામાશંકરે એડવોકેટ ઉદય વારુંજીકર મારફત મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.