વ્યૂઈંગ ગેલેરી:દાદર- ગિરગાવ પછી હવે નરિમાનમાં વ્યૂઈંગ ગેલેરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટિંગ, સીટીંગ અને CCTVલગાવાશે

નરિમાન પોઈંટ પરિસરમાં સમુદ્રમાં રહેલો જમીનનો ખુણો ટૂંક સમયમાં મુંબઈગરાઓ માટે આકર્ષણ બનશે. છેલ્લા થોડા વર્ષથી વિવિધ કારણોસર આ ઠેકાણે સામાન્ય નાગરિકોને બંધી છે. જો કે હવે થોડા સમય પછી આ જમીનના ટુકડાનું સુશોભીકરણ કરવામાં આવશે. મુંબઈગરાઓ માટે મુંબઈની ત્રીજી વ્યૂઈંગ ગેલેરી ત્યાં ઊભી થશે.

મરીનડ્રાઈવનો અર્ધગોળાકાર ભાગ નરીમાન પોઈંટ ખાતે જ્યારે પૂરો થાય છે તે ભાગ મુંબઈની ખાસ ઓળખ છે. એનસીપીએ સામે આવેલા આ ભાગ સુધી અનેક જણ સવારના અને સાંજે ચાલવા, જોગિંગ કરવા આવે છે. ત્યાં જમીનનો થોડો ભાગ સમુદ્રમાં પેસેલો છે. આ ભાગ બધા માટે આકર્ષણ છે. અનેક ફિલ્મોના શૂટિંગ ત્યાં થયા છે. છેલ્લા થોડા વર્ષથી સુરક્ષાના કારણોસર આ ભાગ પોલીસે બંધ કર્યો છે. તેથી સામાન્ય નાગરિકો માટે અહીં પ્રવેશ બંધ છે.

હવે ટૂંક સમયમાં આ ભાગને ખુલ્લો કરીને એનું સુશોભીકરણ કરવામાં આવશે. ત્યાં કોઈ નવું બાંધકામ કરવામાં નહીં આવે. આ પરિસર પુરાતન વાસ્તુ વિભાગ અંતર્ગત આવે છે. તેમ જ આ ઠેકાણે કોઈ કઠેડો નથી. તેથી સુરક્ષાનો પ્રશ્ન પણ નિર્માણ થયો હતો. સંપૂર્ણ 60 મીટર લાંબો આ ભાગ સુરક્ષિત કરવા સહિત ત્યાં લાઈટિંગ, સીસી ટીવી કેમેરા, લગાડવામાં આવશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...