રહેવાસીઓને આંચકો:આફતાબના પરિવારે દિવાળીમાં મીરા રોડમાં સ્થળાંતર કર્યું હતું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના રહેવાસીઓ હત્યા વિશે જાણીને આંચકો લાગ્યો

પોતાની સોસાયટીમાં રહેવા માટે આવ્યો તે પૂનાવાલા પરિવાર લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકર (27)ની અત્યંત ક્રૂરતાથી હત્યા કરીને શરીરના 35 ટુકડા કરનારા આફ્તાબ (28)નો છે એ જાણીને રહેવાસીઓને આંચકો લાગ્યો છે.

લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરનાર આફ્તાબનો પરિવાર અમારી સોસાયટીના જ રહેવાસી છે એ જાણીને અમને આંચકો લાગ્યો. તેઓ વસઈથી મીરા રોડમાં અમારી સોસાયટીમાં રહેવા માટે આવ્યા હતા. દક્ષિણ દિલ્હીમાં શ્રદ્ધાના 35 ટુકડા કરીને ઘરમાં 300 લિટર ફ્રિજમાં ત્રણ સપ્તાહ સુધી રાખ્યા પછી જંગલોમાં ફેંકી દીધા એ જાણીને આંચકો લાગ્યો. પૂનાવાલા પરિવાર દિવાળી દરમિયાન અમારી ઈમારતમાં 11મા માળ પર બે બેડરૂમ ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. ગયા સપ્તાહથી ફ્લેટ બંધ છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું.

દિવાળી દરમિયાન તેઓ આ સોસાયટીમાં રહેવા માટે આવ્યા. તે પછી આફતાબના વાલી અને ભાઈ ટૂંકા વેકેશન માટે ગયા અને ક્રર હત્યા વિશેના સમાચાર જાહેર થયા પછી તેઓ પાછા આવ્યા હતા. આ ઘટના પછી આફતાબના પિતા અમીન અને માતા મુનિરાને અમે બે વાર જોયાં હતાં. તેઓ તેમના ફ્લેટની બહાર ડસ્ટબિન મૂકવા માટે આવ્યાં ત્યારે અમે જોયાં હતાં.

મુનિરા અને તેનો અન્ય પુત્ર બહુ બોલકણા હતા. જોકે છેલ્લા એક સપ્તાહથી તેઓ અમને દેખાયાં નથી, એમ રહેવાસીએ જણાવ્યું હતું.જોકે અમારી સોસાયટીમાં કોઈએ આફતાબને જોયો નથી. આફતાબના સમાચાર આવ્યા પછી પૂનાવાલા પરિવાર તણાવમાં હતો. હવે તેઓ અહીંથી ક્યાં ગયા છે તેની અમને જાણ નથી. અમારી સોસાયટીમાં એ, બી, સી અને ડી એમ ચાર વિંગ છે. પ્રથમ ત્રણ વિંગ 21 માળની ઈમારત છે, જ્યારે વિંગ ડી વિંગ 18 માળની છે અને તેમાં દરેક માળ પર આઠ ફ્લેટ છે, એમ રહેવાસીએ જણાવ્યું હતું.

વોચમેન પૂનાવાલાથી અજાણ
ઈમારતના એક વોચમેને કહ્યું કે પૂનાવાલા પરિવારને પ્રત્યક્ષ જાણતો નથી, કારણ કે આ સોસાયટી બહુ મોટી છે અને સર્વ સમયે દરેક રહેવાસી પર નજર રાખવાનું મુશ્કેલ છે. દરમિયાન પોલીસે જણાવ્યું કે અહીંથી પૂનાવાલા પરિવાર અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે અને તેમનું પગેરું મળતું નથી. દરમિયાન દિલ્હી પોલીસને ચાર સભ્યની ટીમ વસઈમાં માણિકપુર પોલીસ સ્ટેશનમાં આવી હતી અને શ્રદ્ધાના ફ્રેન્ડ લક્ષ્મણ નાડરની શુક્રવારે પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસ અનુસાર આફતાબે 18 મેએ વાલકરની ગળું દબાવીને હત્યા કરી હતી, જે પછી શરીરના 35 ટુકડા કરીને ત્રણ સપ્તાહ સુધી 300 લિટર ફ્રિજમાં રાખ્યા. આ પછી અનેક દિવસો સુધી ટુકડાઓ દક્ષિણ દિલ્હીમાં મેહરૌલી ખાતે જંગલમાં અલગ અલગ ઠેકાણે ફેંક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...