ફરિયાદ:આફ્તાબ શ્રદ્ધાને સિગારેટના ડામ આપતો હતોઃ શ્રદ્ધાનો મિત્ર

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ મિત્ર સાથે જઈને શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ કરી હતી

શ્રદ્ધા વિકાસ વાલકર (27) હત્યાકાંડમાં રોજ નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. હવે 2020માં આફ્તાબે શ્રદ્ધાને સિગારેટના ડામ આપ્યા હતા અને તે સમયે શ્રદ્ધા અને તેના મિત્રએ જઈને આફ્તાબ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી એવી માહિતી બહાર આવી છે.

પોલીસ ફરિયાદ પછી આ મિત્રએ શ્રદ્ધાને ઘેર છોડી હતી. શ્રદ્ધાના નજીકના મિત્ર રોહન રેએ આ માહિતી આપી છે. રોહન અનુસાર તે આફ્તાબને ક્યારેય મળ્યો નહોતો. જોકે 23 નવેમ્બર, 2020ના રોજ તે તેને મળ્યો હતો. તે સમયે શ્રદ્ધાનો ચહેરો, ગળું અને કમર પર જખમનાં નિશાન હતાં. આથી રોહન અને તેના મિત્ર ગોડવિન શ્રદ્ધાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયાં હતાં. ત્યાં તેમણે આફ્તાબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પછી બંને શ્રદ્ધાને તેના ઘરે છોડીને ચાલ્યા ગયા હતા.

આ પૂર્વે પણ આફ્તાબે શ્રદ્ધાને બે-ત્રણ વાર મારપીટ કરી હતી. તેથી તે બહુ ગભરાયેલી હતી. ઉપરાંત તે ડિપ્રેશનમાં હોય તેવું લાગતું હતું. પહેલાની જેમ તે મોકળાશથી બોલતી નહોતી. આ બધી ઘટના પછી શ્રદ્ધાએ પોતાના હાથથી લખીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપ્યો હતો.

આ ઘટના બની ત્યારે શ્રદ્ધા અને આફતાબ એકત્ર રહેતાં હતાં. જોકે તે પછી શ્રદ્ધાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ પછી છેલ્લે 2021માં શ્રદ્ધાને છેલ્લે જોઈ હતી, એમ રોહને જણાવ્યું હતું. શ્રદ્ધાના બીજા મિત્ર રજત શુક્લાએ જણાવ્યું કે 2015થી 2018માં તે અને શ્રદ્ધા એક જ કોલેજમાં હતાં. 2019માં તેની સાથે છેલ્લે બોલવાનું થયું હતું. તે સમયે એવું લાગ્યું કે તે મને ટાળી રહી છે. જોકે પછી સમજાયું કે આફ્તાબે તેને બધા ફ્રેન્ડ્સ સાથે બોલવાની મનાઈ કરી હતી.

આફ્તાબે શાળા- કોલેજના મિત્રો સાથે પરિવારજનોથી પણ શ્રદ્ધાને દૂર કરી હતી. શ્રદ્ધાના અમુક મિત્રોએ આફ્તાબના ઘરે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી, પરંતુ શ્રદ્ધાએ આફ્તાબને એક તક આપો એમ કહીને મિત્રોને જ પાછા મોકલી દીધા હતા.

રજતે જણાવ્યું કે આ આખા પ્રકરણમાં પોલીસે બહુ દુર્લક્ષ કર્યું. શ્રદ્ધાએ પોતે આફ્તાબ વિરુદ્ધ મારઝૂડ કરતી હોવાનો ફરિયાદ કરી હતી. ઉપરાંત તેનાથી જાનને જોખમ હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. જોકે પોલીસે 27 દિવસ કોઈ કાર્યવાહી નહીં કરી. આ પછી શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...