ધમકી:અભિનેત્રી સાથે કેબ ડ્રાઈવર દ્વારા ગેરવર્તન અને ધમકી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેબમાં ઘરે જતી હતી ત્યારે તેની સાથે એપ આધારિત કેબ ઉબરના ડ્રાઈવરે ગેરવર્તન કર્યું હતું અને તેને જાનથી ખતમ કરવાની ધમકી આપી હતી એવો આરોપ અભિનેત્રી અને દિગ્દર્શિકા માનવા નાઈકે કર્યો છે. અભિનેત્રીએ મરાઠી અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે શનિવારે સાંજે પોતાની સાથે બનેલી ઘટનાની પોસ્ટ ફેસબુક અકાઉન્ટ પર મૂકી હતી.

આ પછી કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે પોસ્ટનો જવાબ આપતાં જણાવ્યું કે અમે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ગેરવર્તન કરનાર સામે ટૂંક સમયમાં જ પગલાંલેવાશે.ઉબરના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના નિંદનીય છે અને તેમની સુરક્ષાની માર્ગદર્શિકાનું સરિયામ ઉલ્લંઘન છે. ડ્રાઈવરને ઉબર એપ સાથે એક્સેસ કાઢી નાખવામાં આવી છે. માનવા અનુસાર તેણે મુંબઈમાં ઘરે જવા માટે બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી શનિવારે રાત્રે 8.15 વાગ્યે કેબ લીધી હતી. તે કેબમાં બેઠી ડ્રાઈવરે કેબ હંકાર્યા પછી ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. ડ્રાઈવિંગ કરતાં કરતાં ફોન પર વાત કરતો હોવાથી વાંધો ઉઠાવ્યો હતો. વળી, બીકેસીમાં સિગ્નલ પણ તોડ્યું હતું, જે માટે ટ્રાફિક પોલીસે કેબ રોકી હતી અને તેનો ફોટો ક્લિક કર્યો હતો, એમ માનવાએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. આ પછી ડ્રાઈવરે પોલીસ સાથે દલીલબાજી શરૂ કરી. માનવાએ મધ્યસ્થી કરી અને પોલીસે ફોટો પાડી લીધો હોવાથી કેબ જવા દેવામાં આવે એવી વિનંતી કરી હતી. કેબ ડ્રાઈવર માનવા પર ભડકી ગયો અને તેને માટે રૂ. 500નો દંડ ભરશે કે કેમ એમ પૂછ્યું અને જાનથી ખતમ કરવાની ધમકી આપી. માનવીએ ડ્રાઈવરને કેબ પોલીસ સ્ટેશનમાં લઈ જવા કહ્યું, પરંતુ ડ્રાઈવરે અંધારી જગ્યામાં કેબ રોકી. આ પછી તેજ ગતિથી કેબ ચલાવીને ચૂનાભટ્ટી રોડ અને પ્રિયદર્શિની પાર્ક તરફ હંકારી મૂકી. માનવાએ પછી ફરિયાદ કરવા ઉબર સેફ્ટી હેલ્પલાઈન પર કોલ કર્યો. તે હેલ્પલાઈન પર વાત કરતી હતી ત્યારે ડ્રાઈવરે કેબની ઝડપ વધુ વધારી દીધી. તેને કેબ રોકવા કહેતાં તેણે કોઈકને કોલ કરવાનું શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...