વસઇની સ્થાનિક કોર્ટે અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી અભિનેતા શેહઝાન ખાનને કેટલીક શરતો સાથે શનિવારે જામીન આપ્યા હતા. આથી બે મહિના પછી તેનો જેલમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો બન્યો છે. શેહઝાન પર આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આરોપ છે.
વસઇની સેશન્સ કોર્ટના એડીશનલ સેશન્સ જજ આરડી દેશપાંડેએ શેહઝાનની જામીન અરજી મંજૂર કરી હતી. તેને 1 લાખ રૂપિયાની શ્યોરિટી પર જામીન આપ્યા હતા. આ સાથે તેને પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા સાથે કેટલીક શરતોનું પાલન કરવા કહેવાયું છે.શેહઝાનની 25 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. શેહઝાન અને તુનિષા વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ આત્મહત્યાના પંદર દિવસ પૂર્વે તેમનુંમ બ્રેક-અપ થઈ ગયું હતું. 24 ડિસેમ્બર, 2022ના રોજ વસઇ શહેરમાં વાલિવ નજીક ટીવી સિરિયયલના સેટ પર, તુનિષાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આના બીજા દિવસે તુનિષાની માતા દ્વારા નોંધાયેલી ફરિયાદ પર શેહઝાનની ધરપકડ કરવામાં આવી હતી. શેહઝાન વિરુદ્ધ આઇપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો હતો.
24 ડિસેમ્બરે ટીવી સિરિયલ અલીબાબા દસ્તાન-એ-કાબુલના સેટ પર તુનિષા મૃત હાલતમાં મળી આવી હતી. તે દિવસે તેણે એક શોટ આપ્યો હતો. તે સમયે શેહઝાન ખાન સાથે તેની વાત કરી હતી. આ પછી તે બીજા શોટ માટે બહાર નહીં આવતાં સાથીદારોએ શોધખોળ કરતાં તે મૃત હાલતમાં મળી આવી હતી.તુનિષાની માતા વનિતા શર્માએ શેહઝાન સામે આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે કેટલાક સમય માટે તુનિષા અને શેહઝાન ખાન પ્રેમમાં હતા અને તેના પરિવારનો દાવો છે કે તુનિષાને મૃત હાલતમાં મળ્યાના થોડા દિવસો પહેલાં તેઓનું પરસ્પર બ્રેકઅપ હતું.
31 ડિસેમ્બરે વસઈ કોર્ટે તેની પોલીસ કસ્ટડી સમાપ્ત થયા પછી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ તેની ન્યાયિક કસ્ટડીમાં વધારો થયો હતો.તુનિશાની માતા વનિતાએ શેહઝાન સામે આક્ષેપો કર્યા હતા કે તુનિષાને માર મારતો હતો અને તેને ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડતો હતો. જોકે એક પ્રેસ કોન્ફરન્સમાં શેહઝાનની બહેન ફલક નાઝે, તુનિષાની માતા પર “તેની અવગણના” કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અભિનેત્રીની હતાશા તેના બાળપણના આઘાતને કારણે હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.