હાઈકોર્ટની ટિપ્પણી:એરપોર્ટ નજીક ઉંચાઈની મર્યાદા ન પાળનાર 48 ઈમારત પર કાર્યવાહી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર આ બાબતે અસંવેદનશીલ હોવાની હાઈકોર્ટની ટિપ્પણી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ નિયમનું ઉલ્લંઘન કરીને ઊભી કરવામાં આવેલી 48 ઈમારતો પર હથોડો પડશે એ નક્કી થઈ ગયું છે. આ ઈમારતોને તોડવાની કાર્યવાહી કેવી રીતે કરશો? એ બાબતનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને આપ્યો છે.

તેમ જ આ સંદર્ભે હાઈ કોર્ટમાં રજૂ થયેલા અહેવાલને સ્વીકારવા નકાર આપતા જુનિયર અધિકારીને એનો અહેવાલ કરવા જણાવીને રાજ્ય સરકાર આ બાબતે કેટલી અસંવેદનશીલ છે એ દેખાય છે એવી ટિપ્પણી નોંધીને મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને એમાં જાતે એફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મુંબઈ એરપોર્ટના રનવે ફનલમાં ઉંચાઈની મર્યાદા ન પાલતા અનેક ડેવલપરે ગગનચુંબી ઈમારત બાંધી છે. આ ઈમારતના કારણે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. વિમાનનું ટેક ઓફ્ફ અને લેન્ડિંગ કરતા કોઈ દિવસે અનુચિત ઘટના બનશે તો મોટી જાનહાની થઈ શકે છે એવો દાવો કરતા એડવોકેટ યશવંત શેનોયે મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી કરી છે.

વીજ - પાણી પુરવઠો ખંડિત કરવાની સૂચના
એરપોર્ટ પરિસરની આ 48 ઈમારત પર હથોડો પડશે એ નિશ્ચિત છે. પણ ઉંચાઈના નિયમનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલી આ ઈમારતના ઉપરના માળાઓ તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે કરશો એ બાબતનો અહેવાલ 22 ઓગસ્ટ સુધી રજૂ કરવાનો આદેશ ઉપનગર જિલ્લાધિકારીને હાઈ કોર્ટે આપ્યો હતો. એના માટે મુંબઈ મહાપાલિકા અને બીજા પ્રાધિકરણની મદદ લેવા કોર્ટે પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો. તેમ જ નિયમનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ બજાવવામાં આવેલી ઈમારતોના વીજ અને પાણી પુરવઠો ખંડિત કરવાની સૂચના પણ હાઈ કોર્ટે ઉપનગર જિલ્લાધિકારીને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...