કાર્યવાહી:ટ્રેનમાં વિદ્યાર્થિની પર હુમલો અને લૂંટના આરોપીની ધરપકડ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GRP કમિશનરે ઘટના બાબતે ખેદ વ્યક્ત કર્યો

મુંબઈની લોકલ ટ્રેનમાં કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિની પર હુમલો, વિનયભંગ કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ હવે ડીસીપી (પશ્ચિમ)ની દેખરેખ હેઠળ ચાલી રહી છે. જીઆરપી કમિશનર કાઈઝર ખાલીદ દ્વારા આ ઘટના બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે પપ્પુ ગુપ્તાની ધરપકડ કરી છે.

સોમવારે સાંજે વિદ્યાર્થિની પ્રભાદેવીથી ચર્ચગેટ તરફ જતી હતી. તે સમયે મહિલાના ડબ્બામાં બીજું કોઈ નહોતું. આનો લાભ લઈ આરોપી ડબ્બામાં ચઢી ગયો હતો. તે વિદ્યાર્થિનીની બાજુમાં જઈને બેસી ગયો હતો. આથી વિદ્યાર્થિની ત્યાંથી ઊભી થઈને દરવાજા નજીક ઊભી રહી હતી.

ટ્રેને ચર્ની રોડ સ્ટેશન પસાર કર્યા પછી આરોપી ઊભો થયો અને વિદ્યાર્થિનીની બેગ અને મોબાઈલ ફોન આંચકી લેવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પડી ગઈ હતી. આ પછી આરોપીએ તેના વાળ ખેંચ્યા હતા, તેના હોઠ પર ફટકો માર્યો હતો અને બેગ અને મોબાઈલ ફોન છીનવી લીધા હતા.​​​​​​​

ચર્ચગેટ સ્ટેશન આવતાં ટ્રેન ધીમી પડતાં જ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેની ચીસ સાંભળીને ત્યાં હાજર અમુક પ્રવાસીઓ અને પોલીસ જવાનોએ આરોપીનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો, જે પછી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

કાઈઝર ખાલીદે બુધવારે રાત્રે કહ્યું, આરોપીની ધરપકડ કરાઈ છે અને ડીસીપી તપાસની દેખરેખ કરી રહ્યા છે. અમે પીડિતા સાથે બનેલી ઘટના માટે ખેદ વ્યક્ત કરીએ છીએ અને તેની ફરિયાદનો ઉકેલ લાવવા અગ્રતાના ધોરણે પગલાં લઈશું અને તેને દરેક શક્ય ટેકો આપીશું.

અન્ય સમાચારો પણ છે...