છેલ્લા થોડા મહિનાથી વોન્ટેડ હત્યાના આરોપીને લાતુર શહેરમાં પીઆઈએ પકડવાનો પ્રયાસ કરરતાં તેણે હુમલો કર્યો હતો, જે પછી પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ સામસામે હુમલામાં બંને ઘાયલ થયા હતા. બુધવારે મોડી રાત્રે શ્રીનગર વિસ્તારમાંઆ ઘટના બની હતી. બંનેને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોપી નારાયણ તુકારામ ઈરબતનવાડ સામે જિલ્લાના ચાકુર અને અહમદપુર એમ બે પોલીસ સ્ટેશનમાંગુના દાખલ છે. આ કેસમાં અગાઉ તેની પૂછપરછ માટે અટક કરવામાં આવી હતી, પરંતુ માર્ચમાં ચાકુર પોલીસ સ્ટેશનમાંથી તે ભાગી ગયો હતો, જ્યારથી તેની શોધ ચાલતી હતી, એમ એસપી નિખિલ પિંગળેએ જણાવ્યું હતું.
દરમિયાન બુધવારે આરોપી શ્રીનગર વિસ્તારમાં આવ્યો છે એવી માહિતી મળી હતી, જેને આધારે પીઆઈ બાલાજી મોહિતેએ છટકું ગોઠવ્યું હતું. આરોપી ત્યાં આવતાં તેને પકડવાનો પ્રયાસ કરતાં મોહિતે પર હુમલો કર્યો હતો અને પછી લાતો મારીને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
મોહિતેને ઈજા થઈ હતી, પરંતુ તે છતાં સર્વિસ પિસ્તોલ કાઢીને ગોળી મારી હતી, જે આરોપીની કમરમાં લાગી હતી.બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોહિતેને સારવાર પછી રજા અપાઈ છે, જ્યારે આરોપી સારવાર હેઠળ છે. આરોપી નશીલાં પીણાં વેચવામાં પણ સંડોવાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.