એકનાથ શિંદેએ કરેલા બળવા પછી પણ ઠાકરે જૂથ સાથે રહેલા વિધાનસભ્ય નીતિન દેશમુખ તપાસના ઘેરામાં આવી ગયા છે. દેશમુખને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ નોટિસ મોકલી હોઈ માલમતા સંબંધમાં જવાબ નોંધાવવા હાજર રહેવાનો આદેશ આ નોટિસમાં આપવામાં આવ્યો ચે. આ માટે તેમણે 17 જાન્યુઆરીના રોજ એસીબી કાર્યાલયમાં હાજર થવાનું રહેશે.
શિવસેનાના થયેલા બળવાના સમયે દેશમુખ શિંદે જૂથના વિધાનસભ્યો સાથે ગયા હતા, પરંતુ ગૌહાટીમાં નહીં જતાં તેઓ સુરતથી જ પાછા મુંબઈ આવી ગયા હતા. દેશમુખ પર બેનામી સંપત્તિ ધરાવવાનો આરોપ છે. એસીબીના અમરાવતી કાર્યાલયમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 17 જાન્યુઆરીએ આ સંબંધમાં તેમણે હાજર રહેવું પડશે.દરમિયાન એસીબીએ મોકલેલી નોટિસ પર બોલતાં દેશમુખે જણાવ્યું કે બેનામી સંપત્તિની વાત પર મને હસવાનું આવે છે. મારી બેનામી સંપત્તિ ક્યાં છે? સરકાર બદલાઈ ત્યારથી આવી નોટિસો આવી રહી છે.
અગાઉ ભાવના ગવળીએ મેં અશ્લીલ ચાળા કર્યા હોવાનો આરોપ કરતાં પહેલી નોટિસ આવી હતી. આ પછી નાગપુર ખાતે કલમ 353 હેઠળ નોટિસ અને હવે એસીબીની નોટિસ. આવું અપેક્ષિત જ હતું. હું ઈડીની નોટિસની પણ વાટ જોતો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
મારાં કારખાનાં, કંપનીઓ ક્યાં છે તે એસીબીના બતાવી દેવું જોઈએ. તે મારાં હોય તો મારી પર કાર્યવાહી કરવી. હું 17 જાન્યુઆરીએ હાજર થઈ. મને કોઈ ફેર પડતો નથી. આ નોટિસ શા માટે આવી તે રાજ્યની જનતા જાણે છે. મારી વિરુદ્ધ જેમણે ફરિયાદ કરી છે તેમણે તે જગ્યા પર લઈ જઈને એસીબીને મારું કારખાનું બતાવવું જોઈએ, એવો પડકાર પણ તેમણે ફેંક્યો હતો.આ પૂર્વે પણ ઠાકરે જૂથના વિધાનસભ્યોને નોટિસો અપાઈ છે. તેમાં વિધાનસભ્ય વૈભવ નાઈક, રાજન સાળવીનો સમાવેશ થાય છે. હવે દેશમુખને નોટિસ મળી છે. આ તપાસમાંથી શું બહાર આવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.