• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • AC Local's Action On 11 Thousand Khudabakshas, The Number Of Free Travelers Has Increased By Taking Advantage Of The Neighborhood.

રેલવે પ્રશાસન સતર્ક થયું:AC લોકલના 11 હજાર ખુદાબક્ષો પર કાર્યવાહી, ગિરદીનો ફાયદો ઉઠાવી મફત પ્રવાસ કરનારાઓનું પ્રમાણ વધ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રવાસીઓની વધતી માગણી અને ટિકિટ દરમાં કરવામાં આવેલ 50 ટકા કપાતના લીધે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી ટ્રેનના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. એસી લોકલમાં થતી ગિરદીનો ફાયદો ઉઠાવીને ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓનું પ્રમાણ પણ વધ્યું છે. રેલવે પ્રશાસન આ બાબતે સતર્ક થયું છે અને મફતિયા પ્રવાસીઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા પાંચ મહિનામાં મધ્ય અને પશ્ચિમ રેલવેએ 11 હજાર 711 ખુદાબક્ષ પ્રવાસીઓ પર કાર્યવાહી કરી છે. એસી લોકલમાં પશ્ચિમ રેલવેની ચર્ચગેટથી વિરાર દરમિયાન દરરોજ 32 અને મધ્ય રેલવેમાં 56 ફેરી થાય છે. ઓછા પ્રતિસાદના લીધે મધ્ય રેલવેના સીએસએમટીથી પનવેલ હાર્બર, થાણેથી વાશી, પનવેલ ટ્રાન્સહાર્બર રૂટ પર એસી લોકલની સેવા બંધ કરવામાં આવી છે.

5 મેથી એસી લોકલની ટિકિટના દરમાં 50 ટકા કપાત કર્યા પછી મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલને મળતા પ્રતિસાદમાં ઘણો વધારો થયો. પ્રતિસાદ વધતો હોવાથી ગિરદીનો ફાયદો ઉઠાવતા ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. કેટલાક પ્રવાસીઓ પાસે એસી લોકલની ટિકિટ ન હોતી તો કેટલાક પ્રવાસીઓ ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસની ટિકિટ કઢાવીને બિન્દાસ્ત એસી લોકલમાં પ્રવાસ કરે છે.

એસી લોકલમાં અત્યારે ટીસી નથી. એનો ગેરફાયદો કેટલાક પ્રવાસીઓ ઉઠાવે છે અને પ્રવાસ કરે છે. ટિકિટ દરમાં કપાત થયા પહેલાં પણ કેટલાક પ્રવાસીઓ ટિકિટ વિના એસી લોકલમાં પ્રવાસ કરતા હતા પણ હવે આવા ખુદાબક્ષોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

29 લાખ રૂપિયાનો દંડ વસૂલ
પશ્ચિમ રેલવેમાં જાન્યુઆરીથી મે દરમિયાન કુલ 8 હજાર 369 ખુદાબક્ષોની ધરપકડ કરવામાં આવી. એમાંથી જાન્યુઆરી 2022માં 727 ખુદાબક્ષ તો મે મહિનામાં 2 હજાર 400 ખુદાબક્ષની ધરપકડ કરવામાં આવી. પાંચ મહિનામાં 29 લાખ 42 હજાર 599 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. મધ્ય રેલવેમાં પણ પાંચ મહિનામાં 3 હજાર 342 ખુદાબક્ષ પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી. જાન્યુઆરીમાં 473 એપ્રિલમાં 1 હજાર 821 અને મે મહિનામાં 680 ખુદાબક્ષને પકડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...