અંધેરી પશ્ચિમમાં ગિલ્બર્ટ હિલ રોડ પર મક્કા મસ્જિદ નજીક કર્ણાટકા મિલન વેલફેર સોસાયટીમાં રહેતી અપહરણ કરાયેલી બાળકી નવ વર્ષ પછી પાછી મળી છે. જુહુના એક નિઃસંતાન દંપતીએ બાળકીનું અપહરણ કર્યું હતું એવું બહાર આવ્યું છે. સાત વર્ષની પૂજા ગૌડ 22 જાન્યુઆરી, 2013ના રોજ કામા રોડ પર મહાપાલિકાની શાળામાં નિયમિત મુજબ ગઈ હતી, પરંતુ પાછી આવી નહોતી.આથી આ અંગે ડીએન એન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ અને બાળકીનાં માતા- પિતા તથા સંબંધીઓએ પણ ઠેકઠેકાણે શોધ ચલાવી હતી, પરંતુ બાળકી મળી નહોતી. આ બાબતનાં પોસ્ટર પણ ઠેકઠેકાણે લગાવ્યાં હતાં. જોકે તે છતાં બાળકી મળતી નહોતી. આખરે પોલીસ તપાસ પણ મંદ પડી અને બાળકીનાં માતા- પિતા પણ આશા ગુમાવીને બેઠાં હતાં.
દરમિયાન 4 ઓગસ્ટ, 2022ના રોજ ડી એન નગરના સિનિયર પીઆઈ મિલિંદ કુરડેને એવી માહિતી મળી તે નવ વર્ષ પૂર્વે ગુમ થયેલી પૂજા નેહરુનગર ઝૂંપડપટ્ટી ગેટ નં. 5 વિલે પાર્લે (પ) ખાતે રહે છે. આથી મિસિંગ પર્સનલ ટીમના હવાલદાર સાદિક ડાંગેને ખાતરી કરવા માટે મોકલ્યો હતો. આમ, ઘટનાસ્થળે જઈને સૌપ્રથમ પૂજાનો સુરક્ષિત કબજો લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.