શિવરીથી ન્હાવાશેવા મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક રોડ સીલિન્ક પરથી જતા સમયે પ્રવાસીઓ અફાટ સમુદ્રને જોઈ શકશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી એના માટે સીલિન્ક પર ફક્ત 3 ફૂટનો કઠેડો ઊભો કરવામાં આવશે. એના પર સ્ટીલ રેલિંગ નાખવામાં આવશે. તેથી આ સ્ટીલ રેલિંગ અને કઠેડા વચ્ચે આરપાર જોવા માટે ખુલ્લી જગ્યા છોડવામાં આવશે. એમાંથી વાહનચાલકો સમુદ્રની સાથે જ ફ્લેમિંગોને જોવાનો નજારો માણી શકશે.
નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈને સીધા જોડવા મહત્વના 21.7 કિલોમીટર લાંબા શિવરી-ન્હાવાશેવા સીલિન્કનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એમાં 16.5 કિલોમીટર લાંબો પુલ સમુદ્રમાં બાંધવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિમાં આ પુલનું લગભગ 90 ટકા કામ પૂરું થયું છે. પુલ પરના મોટા ભાગમાં ગર્ડર ઊભા કરવાનું કામ પૂરું થવાની અણી પર છે. એમાંથી હવે એમએમઆરડીએએ ગર્ડર ઊભા છે એ ભાગમાં સંરક્ષણ કઠેડા ઊભા કરવાનું કામ શરૂ કર્યું છે. આ સીલિન્ક પરથી જતા વાહનચાલકો સમુદ્રને જોઈ શકે એ દષ્ટિએ એના પર સંરક્ષણ કઠેડા ઊભા કરવામાં આવશે.
એના માટે સીલિન્ક પર 5 ફૂટના બદલે 3 ફૂટની સિમેન્ટ-કોંક્રિટની ભીંત ઊભી કરીને એના પર 2 ફૂટની ઉંચાઈએ સ્ટીલની રેલિંગ લગાડવામાં આવશે. એમાંથી 2 ફૂટનો ભાગ પ્રવાસીઓ આરપાર જોઈ શકે એ માટે ખુલ્લો રાખવામાં આવશે.
દક્ષિણ કોરિયાથી મગાવેલા 650 મિલીમીટર ઉંચાઈના ભાગમાં ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ રેલિંગનું બાંધકામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ કઠેડાની આ નવી ડીઝાઈન યુકે અને દક્ષિણ કોરિયામાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. હાલની સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં આ રેલિંગના કાસ્ટિંગનું કામ 12 ટકા પૂરું થયું છે એવી માહિતી એમએમઆરડીએના મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે આપી હતી. સુરક્ષિતતા સાથે જ સમુદ્ર અને ફ્લેમિંગો જોવાનો આનંદ માણી શકાશે એ રીતે એની રચના કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
નવી મુંબઈ જવા સમયની બચત
આ પ્રકલ્પનું લગભગ 90 ટકા કામ પૂરું થવામાં છે. બાકીનું કામ પૂરું કરીને આ પ્રકલ્પ સપ્ટેમ્બર 2023 સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો એમએમઆરડીએનો પ્રયત્ન છે. એમટીએચએલ બાંધવા માટે લગભગ 17 હજાર 843 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ અપેક્ષિત છે. આ પ્રકલ્પના કારણે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સીધા જોડાણ મળશે. ગોવા, પુણેથી આવતા વાહનોને નવી મુંબઈમાં દાખલ થવા લાગતા સમયમાં ઘણી બચત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.