ભાસ્કર વિશેષ:વિચારો પર નિયંત્રણ લાવવા માટે અનોખું એપ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક સમસ્યાઓ અને તાણ દૂર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

તાણ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ આજે વ્યાપક ફેલાઈ છે. ખાસ કરીને ડબ્લ્યુએચઓ અનુસાર 30 ટકાથી વધુ બાળકો પણ તણાવ હેઠળ છે, જે ચિંતાનો વિષય છે. તાણ અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા લાવવા માટે મન પર નિયંત્રણ મેળવવાનું જરૂરી છે. આ ધ્યાનમાં રાખીને જ ધ યોગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક ઋષિ યોગેન્દ્ર મેડિટેશન એપ નિસ્પંદ લાવ્યા છે. ખાસ કરીને બાળકો, વ્યાવસાયિકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝનો સહિત બધા માટે આ લાભદાયી બની રહેશે.

આ એપ અત્યંત યુઝર- ફ્રેન્ડ્લી છે અને દરેકની વ્યક્તિગત પ્રકૃતિ અનુસાર ધ્યાનના પ્રકાર વિશે દોરવણી આપે છે. ખાસ કરીને ઊંડાણથી સંશોધન કરીને ધ્યાનના વિવિધ પ્રકારને તેમાં સમાવવામાં આવ્યા છે, જેના 50,000થી વધુ ઉપભોક્તાઓ છે અને તેમને આ પ્રયોગ કરીને ખૂબ ફાયદો થયો છે. વ્યક્તિ અને પ્રકૃતિ પ્રમાણે બાળકોથી લઈને વૃદ્ધજનો સુધી દરેક માટે તેમાં ધ્યાનના વિવિધ પ્રકાર સમાવવામાં આવ્યા છે, જેમાંથી વ્યક્તિ તેમને અનુકૂળ લાગે તે પસંદ કરી શકે છે.

અમર્યાદિત ખુશી, ઉત્પાદકતા વધારવા, ઘેરું રિલેક્સેશન, હકારાત્મકતાની શક્તિ, વહાલા સંબંધો, એકાગ્રતા, શાંતિપૂર્ણ નિદ્રા જેવા વિભાગો છે. આજના વ્યસ્ત જીવનને ધ્યાનમાં રાખીને 90 સેકંડનું ધ્યાન પણ સમાવવામાં આવ્યું છે. પ્રાણાયામના પણ વિવિધ પ્રકાર છે. આજે લોકો સોશિયલ મિડિયા થકી પ્રાણાયામ જેવા પ્રકાર શીખે છે. તેઓ આ માધ્યમથી અધૂરું શીખે છે અને તે ખોટી રીતે કરવામાં આવે તો રોગ પેદા કરી શકે છે. અમારા એપમાં ક્યારે, કયા સમયે પ્રાણાયમ કરવું, કોમ્બિનેશનને સમાવવામાં આવ્યા છે, એમ ઋષિએ જણાવ્યું હતું.

ઉપરાંત આધ્યાત્મિક વાર્તાઓ, નિસર્ગ અને પક્ષીઓના ધ્વનિ પણ છે. અનિદ્રા હોય તેમને માટે આ થકી ફાયદો થઈ શકે છે. સોલ્ફેજિયો ફ્રિક્વન્સીઝમાં ધ્વનિ પ્લે કરી શકાય છે. તેમાં સાત ફ્રિક્વન્સી છે, જે લાઈવ સ્થિતિ પર આધારિત છે. ખાસ કરીને કોઈ કસૂરવાર ભાવના મહેસૂસ કરતા હોય, બાળકો પરીક્ષા પૂર્વે નર્વસ હોય, ક્રિયાત્મકતા નિખારવી હોય તેવી ઘણી બધી બાબતોમાં આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અલગ અલગ ધર્મ અનુસાર મંત્રો પણ છે.

સમય અનુસાર ધ્યાન
લોકો સમય અનુસાર ધ્યાન કરી શકે તે માટે તેમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ વોચમાં આજે અમુક મર્યાદા સુધી માહિતી હોય છે, પરંતુ આ એપને સ્માર્ટ વોચ સાથે જોડવાથી ઘણી બધી વધુ માહિતી મળી શકે છે. હાલ તે અંગ્રેજીમાં છે. ત્રણ મહિનામાં હિંદીમાં આવશે. દેશભરમાં વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તે માટે એપનું સબ્સ્ક્રિપ્શન માસિક ફક્ત રૂ. 100 જેટલું નજીવું રખાયું છે. એપમાં 50 ધ્યાનની પ્રક્રિયા નિઃશુલ્ક રખાઈ છે. મુંબઈ પોલીસ, સંરક્ષણ દળ, માનસિક સ્વાસ્થ્ય પર કામ કરતી એનજીઓ સહિત માટે 20 લાખ લોકોને ફ્રી સબ્સ્ક્રિબ્શન આપવાનું લક્ષ્ય રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...