વિશેષ ઝુંબેશ:શેરબજારમાં રોકાણ ઈચ્છુકોને માહિતગાર કરવા વિશેષ ઝુંબેશ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લર્નિંગ કમ્પોનન્ટ્સ, વર્કશોપ સાથે રોકાણ સરળ બનાવવાનો ઉદ્દેશ

માહિતીસભર વિડિયો થકી રોકાણ વિશેના બધાં જ પાસાંને એક છત હેઠળ લાવીને શેરબજારમાં રોકાણ કઈ રીતે કરવું જોઈએ તે પદ્ધતિમાં બદલાવ લાવવા માટે રિસર્ચ એન્ડ રેન્કિંગ દ્વારા ફિનટેક શૈક્ષણિક મંચ ઈન્ફોર્મ્ડ ઈન્વેસ્ટરઆર રજૂ કરવામાં આવ્યું છે, જે રોકાણ કરવા ઈચ્છુકોને માહિતગાર કરવા માટેની વિશેષ ઝુંબેશ છે. ઈક્વેન્ટિસ સમૂહના સંચાલક સંજીવ આનંદ દ્વારા આ પહેલની આગેવાની કરવામાં આવી રહી છે.

એનએસડીએલ અને સીડીએસએલની આંકડાવારી અનુસાર ભારતમાં 9 કરોડથી વધુ સક્રિય ડિમેટ અકાઉન્ટ્સ છે. તેમાંથી 6.5 ટકા જ શેરબજારમાં રોકાણ કરે છે. મોટા ભાગના રોકાણકારો માને છે કે શેરબજારમાં રોકાણ એટલે તુરંત ધનાઢ્ય બનવાની યોજના, પરંતુ વાસ્તવિકતા વિપરીત છે.

દ્રઢ અને વૃદ્ધિ પામતા વેપારોમાં રોકાણ કરીને લાંબા ગાળા સુધી જાળવી રાખવું તે જીવન પરિવર્તનકારી સંપત્તિ છે. તે જ નિષ્ણાતોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિડિયો હેઠળ રોકાણકારોને માહિતગાર કરવાનો આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે.આ મંચ સુસંગત, કૃતિક્ષમ અને ઉચ્ચ સંશોધન કરેલી કન્ટેન્ટ પૂરી પાડશે, જેને લીધે રોકાણકારોને વધુ વિશ્વાસ થશે, તેઓ વધુ માહિતગાર બનશે.

રિસર્ચ એન્ડ રેન્કિંગના સ્થાપક અને ડાયરેક્ટર મનીષ ગોયલે જણાવ્યું કે અમે રોકાણકારોને માહિતગાર કરવા અને માહિતગાર નિર્ણયો લેવામાં તેમને સાધનો આપવામાં ભારપૂર્વક માનીએ છીએ. અમારું મંચ રોજ પાલન કરવાના રોકાણના ચાર પાયા અને મુખ્ય મૂલ્યોના વ્યવહારોનો અમલ કરવા રોકાણકારોને મદદ કરશે. લર્નિંગ કમ્પોનન્ટ્સ, વર્કશોપ સહિત બધું જ એક છત હેઠળ પૂરું પાડીને રોકાણ સરળ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...