નેવી હાફ મેરેથોન 2022:પાંચમી આવૃત્તિમાં વિક્રમી15,000થી વધુ લોકોનો સહભાગ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયનઓઈલ ડબ્લ્યુએનસી નેવી હાફ મેરેથોન 2022ની પાંચમી આવૃત્તિમાં વિક્રમી 15,000થી વધુ લોકો સહભાગી થયા હતા. રવિવારે 21.1 કિમી એરક્રાફ્ટ કેરિયર રન, 10 કિમી ડિસ્ટ્રોયર રન અને 5 કિમી ફ્રિગેટ રનમાં મહિલાઓ, બાળકો સાથે વિકલાંગો, દિવ્યાંગો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ 21.1 કિમી માટે, કૃષ્ણ સ્વામિનાથન અને ઈન્ડિયન ઓઈલના એચઆરના ઈડી યુપી સિંહે 10 કિમી માટે અને એચઆરના ઈડી યુપી સિંહ અને નેવલ ડોકયાર્ડના રિયર એડમિરલ કે પી અરવિંદે 5 કિમી માટે લીલી ઝંડી બતાવી હતી.

આ વર્ષની મેરેથોને સ્વચ્છ સમુદ્રકાંઠા અને સ્વચ્છ સમુદ્ર આરોગ્યવર્ધક જીવન બનાવે છે એ સંદેશ સાથે યોજાઈ હતી અને આ મેરેથોન યોજવા દરમિયાન કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પર ખાસ ભાર અપાયો હતો. આથી 100 ટકા રિસાઈકલેબલ પેપર કપ અને પીવીસીમુક્ત તથા સીઆઈપીઈટી દ્વારા પ્રમાણિત બ્રાન્ડિંગ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓમાં 21 કિમીમાં રુકમિણી ભૌરે, 10 કિમીમાં અમૃતા પટેલ, 5 કિમીમાં ગાયત્રી શિંદેએ પ્રથમ ઈનામ જીત્યાં હતાં, જ્યારે પુરુષોમાં અનુક્રમે રાજ તિવારી, કમલ કુમાર અને સંકેત મસાણે જીત્યા હતા.} ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...