ગિરદીથી ધમધમતા મધ્ય રેલવેના દાદર સ્ટેશનમાં પ્રવાસીઓની સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાશે. એક અને બે નંબર પ્લેટફોર્મ પર આખો દિવસ મોટા પ્રમાણમાં પ્રવાસીઓની ગિરદી હોય છે. તેથી પ્રવાસીઓ માટે ચાલવું મુશ્કેલ થાય છે અને ઘણા પ્રવાસીઓએ પુલ પર ઊભા રહેવું પડે છે. આ પાર્શ્વભૂમિ પર ત્યાં ગિરદી ઓછી કરવા સહિત પ્રવાસીઓને બંને પ્લેટફોર્મ પર જગ્યા ઉપલબ્ધ થાય એ માટે એક નંબર પ્લેટફોર્મની પહોળાઈ 2 મીટર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુંબઈ વિભાગના વ્યવસ્થાપક રજનીશ ગોયલે જણાવ્યું હતું.
ઉપનગરીય રેલવે પ્રવાસીઓની દષ્ટિએ દાદર મધ્યવર્તી સ્ટેશન છે. મધ્ય અને પશ્ચિમ રેલવેનું જોડતું સૌથી મોટું સ્ટેશન છે. દાદરથી લાંબા અંતરની ટ્રેન પણ છૂટતી હોવાથી ત્યાં પ્રવાસીઓની બારેય માસ ગિરદી હોય છે. મધ્ય રેલવેએ થાણેની દિશામાં જવા માટે પ્લેટફોર્મ નંબર એક અને બે એમ એકબીજા સાથે જોડાયેલા પ્લેટફોર્મ પર ઉતરવું પડે છે. જો કે ત્યાં આવતા પ્રવાસીઓની સંખ્યા જોતા ગિરદી માટે આ પ્લેટફોર્મ ઘણાં સાંકડા પડે છે. ગિરદીના સમયે સ્ટેશનના મોટા રાહદારી પુલ પરથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પ્લેટફોર્મ નંબર એક અને બે પર ઉતરે છે.
તેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની દિશાથી સ્લો ટ્રેનથી આવેલા પ્રવાસીઓએ પુલ પર ચઢતા ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. તેથી ત્યાં એક એસ્કેલેટર લગાડવામાં આવશે. એના માટે સ્ટેશનના માસ્ટર પ્લાનમાં જરૂરી ફેરફાર કરવા પડશે. એની મંજૂરી મળતા જ કામની શરૂઆત કરવામાં આવશે એમ ગોયલે સ્પષ્ટ કર્યું હતું. દાદર સ્ટેશનના એક અને બે નંબર પ્લેટફોર્મ પર આખો દિવસ મોટા પ્રમાણમાં ગિરદી થતી હોવાથી નિયંત્રણ માટે પોલીસ તૈનાત કરવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.