જેલમાં ઓવર ક્રાઉડિંગ ઓછું કરવા જેલ પ્રશાસને ઉપાયયોજના શરૂ કરી છે. નવા વર્ષમાં પાલઘરના ઉમરોલી ખાતે 600 કેદીઓ માટે નવી જેલ બાંધવામાં આવશે. આ જેલને સરકારી માન્યતા મળી છે. આ જેલના કારણે મુંબઈ અને થાણેની જેલ પર આવતો તાણ ઓછો થશે. કેદીઓના માનસિક આરોગ્ય માટે બાબતે ઉપક્રમ શરૂ કરવામાં આવશે. પાલઘર ખાતેની જેલ બાબતે ચર્ચા થયા બાદ કાચી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે એમ જેલ વિભાગના મહાનિરીક્ષક અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.
જેલ પ્રશાસનના અંતર્ગત રાજ્યમાં 9 સેંટ્રલ, 19 ખુલ્લી અને 172 સેકન્ડરી જેલ છે. અત્યારની સ્થિતિમાં રાજ્યની જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ છે. જેલમાં ઓવર ક્રાઉડિંગ ઓછું કરવાની દષ્ટિએ જેલ પ્રશાસન વિભાગ ઉપાયયોજના કરે છે. મુંબઈ અને થાણેની જેલમાં પણ વધારે કેદીઓ છે. તેથી નવી જેલ બાંધવા માટે જેલ પ્રશાસન જગ્યા શોધી રહ્યું હતું. શરૂઆતમાં માહુલ ખાતેની જગ્યામાં જેલ બાંધવામાં આવનાર હતી. સુરક્ષાના કારણોસર ત્યાં જેલ બાંધવાને બદલે પાલઘર ખાતેની જગ્યામાં જેલ બાંધવા બાબતે ચર્ચા થઈ હતી.
અત્યારે પાલઘર જિલ્લામાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ આયુક્તાલય અને પાલઘર પોલીસ એમ બે કમિશનરના કાર્યાલય છે. વિવિધ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓને પોલીસે થાણે અને તળોજા લઈ જવા પડે છે. તેથી બંને જેલમાં કેદીઓની સંખ્યા વધારે થવાથી તાણ આવે છે. આ સમસ્યાના નિવારણ માટે જેલ પ્રશાસન નવી જગ્યા શોધી રહ્યું હતું. તાજેતરમાં જેલ પ્રશાસનના અધિકારીઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં ઉમરોલી ખાતેની જગ્યામાં નવી જેલ બાંધવા બાબતે ચર્ચા થઈ અને એને પ્રશાસકીય માન્યતા આપવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.