મુંબઈમાં ક્ષમતા પૂરી:અંબરનાથમાં હવે નવું ડમ્પિંગ ગ્રાઉન્ડ ઊભું કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થતા કચરાના નિકાલ કરવાનો ગંભીર પ્રશ્ન ઉદભવ્યો

દેવનાર અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થઈ હોવાથી મુંબઈમાં કચરાના નાશનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. અત્યારે તમામ ભાર કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર છે. કાંજુરના વિકલ્પ તરીકે થાણે જિલ્લાના અંબરનાથમાં નવું ડમ્પિંગ ગ્રાઉન્ડ ઊભું કરીને ત્યાં કચરા વ્યવસ્થાપન પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. એના માટે અંબરનાથના મૌજે કરવલે ગામમાં કુલ 30 એકર ક્ષેત્રફળના 13 ભૂખંડ લેવામાં આવશે. એના માટે મહાપાલિકાએ થાણે જિલ્લાધિકારી કાર્યાલયને પ્રસ્તાવ આપ્યો છે. કચરાના નાશના કારણે નિર્માણ થતી દુર્ગંધથી નાગરિકોને ત્રાસ થતો હોવાથી દેવનાર, મુલુંડના નાગરિકોએ ડમ્પિંગ ગ્રાઉન્ડનો વિરોધ કર્યો છે.

કોર્ટે પણ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. એના પર મહાપાલિકાએ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પ્રક્રિયા કરીને કચરાની સમસ્યાનો ઉકેલ કાઢવાની ખાતરી કોર્ટને આપી છે. આ પાર્શ્વભૂમિ પર મુલુંડ અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ લગભગ બંધ કરવામાં આવ્યા છે. દેવનારમાં બાંધકામનો ડેબ્રિજ અને બીજો કચરો મળીને દરરોજ દોઢ હજાર મેટ્રિક ટન કચરો નાખવામાં આવે છે. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બાયોરિએક્ટર પદ્ધતિથી દરરોજ લગભગ 4 હજાર મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવે છે. મુંબઈમાં અત્યારે દરરોજ લગભગ 6 હજાર મેટ્રિક ટન કચરો નિર્માણ થાય છે. તમામ ભાર કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર આવે છે.

શાસ્ત્રોક્ત રીતે પ્રક્રિયા કર્યા બાદ પણ વિક્રોલી, કાંજુરમાર્ગના કેટલાક ભાગમાં દુર્ગંધ ફેલાતી હોવાથી આ ડમ્પિંગનો નવો વિકલ્પ આપવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ પ્રસ્તાવિત કચરા વ્યવસ્થાપન પ્રકલ્પ માટે ગામમાં સરકારી 39.90 હેકટર અને ખાનગી 12.20 હેકટર એમ કુલ 52.10 હેકટર જમીન મુંબઈ મહાપાલિકાને ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય 4 સપ્ટેમ્બર 2015ના સરકારે લીધો હતો. એ પછી લગભગ 38.871 હેકટર સરકારી જમીનનો એડવાન્સ તાબો સરકારે 18 જાન્યુઆરી 2016ના મહાપાલિકાને આપ્યો હતો. એના માટે મહાપાલિકાએ સરકારને 10 કરોડ ચુકવ્યા છે.

30 એકર ખાનગી જમીન ખરીદવામાં આવશે
2018ના થયેલી બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલા તબક્કામાં લગભગ 30 એકર જમીન મહાપાલિકાને ઉપલબ્ધ કરી આપવાનો આદેશ આપ્યો હતો. દરમિયાનના સમયમાં છેલ્લા બે વર્ષ કોરોના મહામારીના લીધે આ બાબતની સરકારી પ્રક્રિયા શરૂ થઈ શકી નહોતી. એ હવે શરૂ કરવામાં આવી છે અને ખરીદી માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી છે. કરવલે ગામમાં લગભગ 30 એકર ખાનગી જમીન સોદો કરીને ખરીદવામાં આવશે. એના માટે સંબંધિત જમીનમાલિકોને ખરીદી નોટિસ બજાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...