વ્યથા:ગુજરાતી મહિલાનો ત્રણ દેશ સાથે સંબંધ પણ નાગરિકત્વ એકેયનું નહીં

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 67 વર્ષીય સ્ટેટલેસ મહિલા ઈલા પોપટ મુંબઈ હાઈકોર્ટમાં

સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા તસ્લિમા નસરીનની એક નવલકથા છે, ઔરત કા કોઈ દેશ નહી. આ નવલકથામાં સ્ત્રીઓની વ્યથા રજૂ કરવામાં આવી છે. બંગલાદેશથી હદપાર થયા પછી તસ્લિમાએ અનેક દેશોમાં નાગરિકત્વ માટે ભટકવું પડ્યું હતું. ભારતમાં પણ તેમને નાગરિકત્વ અપાયું નહોતું. આવી જ વ્યથા ઈલા પોપટની છે.

ઈલાને પોતાને દેશ નથી. 57 વર્ષથી ભારતમાં રહેનારાં ઈલાની નાગરિકત્વ માટેની અરજી ત્રણ વાર ફગાવી દેવામાં આવી છે. ભારત સિવાય બ્રિટન અને યુગાંડાએ પણ તેમને નાગરિકત્વ આપવાનો ઈનકાર કર્યો. 67 વર્ષીય ઈલા હાલ સ્ટેટલેસ છે. હવે નાગરિકત્વ મળે તે માટે તેમણે મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી છે, જેથી તેમનો પણ એક દેશ હોય, જેને તેઓ પોતાનો કહી શકે.

વાસ્તવમાં ઈલાનાં માતા- પિતા મૂળ ગુજરાતના પોરબંદરનાં રહેવાસી હતાં, જેઓ યુગાંડા નામે આફ્રિકન દેશમાં સ્થાયી થયાં હતાં. યુગાંડાની તત્કાલીન બ્રિટિશ કોલોનીમાં મોટી સંખ્યામાં ભારતીય વેપારી રહેતા હતા. ત્યાં તેમની સારી સામાજિક- આર્થિક સ્થિતિ હતી.તેમને ત્યાં સામાન્ય ભાષામાં બ્રાઉન સાહેબાં કહેવાતાં હતાં. જોકે યુગાંડામાં સ્થાયી થયેલાં બ્રાઉન સાહેબાંને સ્થાનિક લોકોએ સારી વર્તણૂક આપી નહીં.

આથી જ અંગ્રેજોની નાજુક સ્થિતિ હતી ત્યારે ત્યાં રહેતા ભારતીયો વિરુદ્ધ દ્વેષ વધવા લાગ્યો હતો. આ પછી મોટી સંખ્યામાં ત્યાં રહેતા ભારતીયો વિરુદ્ધ દ્વેષ વધવા લાગ્યો. આ પછી મોટી સંખ્યામાં ભારતીય વંશના વેપારીઓએ યુગાંડા છોડી દીધું અને બ્રિટન અથવા ભારતનું નાગરિકત્વ લીધું. ઈલાના વાલીઓ પણ બ્રિટિશ પાસપોર્ટ પર ભારતમાં સ્થાયી થયા, જે સમયે ઈલા ફક્ત 10 વર્ષનાં હતાં.

પતિ, સંતાન, પૌત્ર ભારતીય, દાદી દેશહીન : યુવા ઉંમરે ભારતમાં આવ્યા પછી ઈલા સંપૂર્ણપણે અહીંનાં જ થઈ ગયાં. તેમના કુટુંબના અન્ય સભ્યો અગાઉથી ગુજરાતમાં રહેતા હતા. આવી સ્થિતિમાં તેમને અહીં હળીમળી જવામાં કોઈ વાંધોનહોતો. ઈલાનાં લગ્ન પણ અહીં જ થયાં. તેમને સંતાન, પૌત્રો પણ છે. બધા ભારતીય નાગરિક છે. ઈલા અહીં મતદાન કરે છે અને તેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ છે. જોકે તેમને ભારતીય પાસપોર્ટ અપાયો નથી.

યુગાંડા- બ્રિટને અરજી નકારી
ભારતનું નાગરિકત્વ નહીં મળતાં ઈલાએ યુગાંડાના નાગરિકત્વ માટે અરજી કરી. ભારતના યુગાંડા દૂતાવાસે કબૂલ કર્યું કે ઈલાનો જન્મ યુગાંડામાં થયો હતો, પરંતુ તે છતાં તેમની અરજી નકારી કાઢી હતી, કારણ કે તેઓ આ પૂર્વે ક્યારેય યુગાંડાનાં નાગરિક નહોતાં. માતા- પિતાના બ્રિટિશ નાગરિકત્વને આધારે ઈલાએ બ્રિટિશ નાગરિકત્વ માટે પણ પ્રયાસ કર્યા, પરંતુ તેમાં પણ નિષ્ફળ નીવડ્યાં હતાં.

લગ્નમાં પણ હાજર નહીં રહી શકે
ઈલાના કુટુંબના મોટા ભાગના સભ્યો બ્રિટનમાં છે. આવી પરિસ્થિતિમાં જ્યારે કુટુંબમાં લગ્ન કે કોઈ અન્ય મોટા પ્રસંગ હોય ત્યારે ઈચ્છા હોવા છતાં તેઓ ત્યાં જઈ શકતાં નથી. ઈલાએ બ્રિટનને અપીલ કરી હતી કે તેમને થોડા સમય નાગરિકત્વ સિવાય દેશમાં આવવાની પરવાનગી આપવામાં આવે, જેથી કુટુંબના અન્ય સભ્યોને મળી શકે. જોકે ઈલા પાસે કોઈ પણ દેશનો પાસપોર્ટ નહીં હોવાથી તેને પરવાનગી અપાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...