જૈન ધર્મમાં અત્યારે દીક્ષાનો જોરદાર માહોલ ચાલી રહ્યો છે. વિશેષ આનંદની વાત આ છે કે દીક્ષા લેનારાઓમાં સૌથી વધુ યુવાનો લઈ રહ્યા છે, સાથે સાથે સુશિક્ષિત યુવાનો લઈ રહ્યા છે, અને આશ્ચર્યની વાત આ છે કે ગર્ભશ્રીમંત પરિવારના યુવાનો દીક્ષા લઈ રહ્યા છે.
સાંચોર - સત્યપુર તીર્થની પાવન ભૂમિ ઉપર દીક્ષા લેનાર શ્રુતિ કુમારી ચંદન, હાડેચા નગરની પાવન ભૂમિ ઉપર દીક્ષા સ્વીકારનાર પ્રિયંક કુમાર છાજેડ, તથા દર્શના કુમારી શ્રીશ્રીશ્રીમાલ, અને કલિકુંડ તીર્થની પાવન ભૂમિ ઉપર સંયમ સ્વીકારના નીતીનભાઈ શાહની ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન ખેતવાડીની પાવન ભૂમિ ઉપર આવતી કાલે - રવિવારે થઈ રહ્યું છે.
રવિવારે સવારે બરાબર નવ વાગે પોત-પોતાનાં ગૃંહાગણેથી સૌ દીક્ષાર્થીઓ કલિકુંડ જિનાલય પધારશે. ત્યાંથી સાતમી ખેતવાડી, રિલાયન્સ હોસ્પિટલ, નિત્યાનંદ, સિક્કાનગર, વિલ્સન થઈ સી.પી. ટેન્ક સર્કલ ઉપર વર્ષીદાન યાત્રા સમાપ્ત થશે.
બરાબર અગિચાર વાગે શ્રી સાંચોરી નવયુવક મંડળની આગ્રહ પૂર્ણ વિનંતીથી પૂ. મુનિ શ્રી રાજપુણ્ય વિજયજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી રાજસુંદર વિજયજી મહારાજનાં પાવન સાંનિધ્યમાં ચારેય દીક્ષાર્થીઓનું બહુમાન થશે.
નિશ્રાદાતા ગુરુભગવંતો સંસારની અસારના ઉપર પ્રવચન તથા મુમુક્ષુઓને હિતશિક્ષા પ્રવચન ફરમાવશે. તે પછી પૂ. મુનિ રાજસુંદર વિજયજી મહારાજ દ્વારા નિર્મિત હૃદયદ્રાવક ગીત ‘મારો બાળ હવે... ‘ ને લૉન્ચ કરવામાં આવશે. અંતે સૌ દીક્ષાર્થીએ પોત-પોતાની સૌની આંખો ભીંજવે તેવી અભિવ્યક્તિ રજુ કરશે. બે હજારથી વધુ લોકો રથયાત્રામાં તથા મુમુક્ષુઓના ઉદ્ગાર સાંભળવા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.