બે સભ્યો ઘાયલ:વસઈમાં ભૂસ્ખલનમાં પિતા-પુત્રીનાં મોત થયાં, બે જણને ઉગારી લેવાયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલઘર જિલ્લાના વસઈ શહેરમાં બુધવારે ભૂસ્ખલનમાં એક પિતા અને પુત્રી સહિત બે જણનાં મોત થયાં હતાં, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ઘાયલ થયા હતા. પાલઘરના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. માનિક ગુરસાલે જણાવ્યું હતું કે અનિલ સિંહ અને તેની પુત્રી રોશની (16)નું આ ઘટનામાં મૃત્યુ થયું હતું, જ્યારે સિંહની પત્ની વંદના (40)અને પુત્ર ઓમ (12) કાટમાળમાં દટાયા હતા અને બાદમાં સ્થાનિક લોકો અને અગ્નિશમન દળના જવાનોએ તેમને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

અનિલ સિંહનો મૃતદેહ બુધવારે સવારે 10.30 વાગ્યે કાટમાળમાંથી મળી આવ્યો હતો અને તેની પુત્રીનો મૃતદેહ બપોરે 1 વાગ્યે મળી આવ્યા હતો. સ્થાનિક અગ્નિશમન દળ અને રાષ્ટ્રીય આપત્તિ રાહત દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ભૂસ્ખલન બાદ સવારે 6.30 વાગ્યે વસઈ વિસ્તારના રાજવાલીના વાઘરાલપાડા ખાતે અનિલ સિંહ (45)ના ઘર પર પહાડી પરથી મોટો પથ્થર પડ્યો હતો.

એનડીઆરએફના જવાનોએ સવારે 10.30 વાગ્યે અનિલ સિંહના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો, જયારે રોશની સિંહનો મૃતદેહ કાટમાળ નીચેથી બપોરે 1 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. પાલઘર કલેક્ટર અનુસાર, મકાનોને નુકસાન થવાને કારણે અહીં ઘણા લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવાયા છે. સ્થાનિક અગ્નિશમન દળ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...