વિચિત્ર માગ:સાબિત ન થાય ત્યાં સુધી લાંચખોરના નામ ગુપ્ત રાખવાની માગણી કરાઈ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંગઠને સીધા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સમક્ષ વિચિત્ર માગણી કરી

રાજ્યમાં સરકારી અધિકારી તેમ જ કર્મચારીઓના ભ્રષ્ટાચારના અગણિત કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવે છે. 100 રૂપિયાથી લાખો રૂપિયાની લાચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યાના પ્રકરણ દિવસે દિવસે વધી રહ્યા છે. નાના કામ માટે નાગરિકોને હેરાન કરીને તેમની પાસેથી લાચ લેવામાં આવે છે.

આવા સમયે લાચ લેતાના કોઈ અધિકારી કે કર્મચારી પકડાઈ જાય તો કોર્ટના અંતિમ ચુકાદા સુધી સંબંધિતનું નામ કે ફોટો જાહેર કરવામાં ન આવે એવી વિચિત્ર માગણી રાજપત્રિત અધિકારી મહાસંઘે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે કરી છે. આ સંદર્ભે એક પત્ર મહાસંઘે મુખ્યમંત્રી શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપ્યો છે.

રાજ્ય સરકારી કર્મચારી અને અધિકારી સંદર્ભે એન્ટિ કરપ્શન બ્યુરો અથવા બીજા ગુનાના સંદર્ભે કાર્યવાહી કર્યા પછી સંબંધિત વિભાગ તરફથી શંકાસ્પદ કર્મચારીનું નામ અને ફોટો પ્રસારમાધ્યમોમાં જાહેર કરવામાં આવે છે. આવા પ્રકરણમાં કોર્ટના ચુકાદાનું નિરીક્ષણ કરતા કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવેલા તમામ શંકાસ્પદ દોષી ન હોવાનું જણાયું છે.

સમયાંતરે આ કર્મચારી કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે પણ કાર્યવાહી અને કોર્ટની પ્રક્રિયા દરમિયાન પ્રસારમાધ્યમોમાં જાહેર થયેલા સમાચારના કારણે તેમને બદનામી અને ગુસ્સાનો સામનો કરવો પડે છે. તેમના નિર્દોષ કુટુંબીઓની સમાજમાં માનહાની થાય છે અને સામાજિક પ્રતિષ્ઠાને હાની પહોંચે છે એમ આ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

કોર્ટમાંથી નિર્દોશ છૂટ્યા બાદ પણ સંબંધિતની ગયેલી પ્રતિષ્ઠા અને માનસિક નુકસાન ભરી શકાતું નથી. આ સંબંધિત કર્મચારીના માનવ અધિકારનું હનન કરતી બાબત છે. એમાં આ કર્મચારી સાથે એના કુટુંબ પર પણ અન્યાય થાય છે. તેથી લાચ પ્રતિબંધાત્મક અને બીજા ગુનાઓ અંતર્ગત કાર્યવાહી પછી શંકાસ્પદ આરોપી પર કોર્ટમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એનું નામ અને ફોટો પ્રસારમાધ્યમોમાં અથવા કોઈ પણ વ્યક્તિ, વિભાગમાં જાહેર કરવા નહીં એવો આદેશ સરકારે આપવો એવી માગણી મહાસંઘ તરફથી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...