ગુનેગારોની બાયોમેટ્રિક:રાજ્યમાં ટૂંક સમયમાં સાઈબર વિભાગની શરૂઆત કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી લગભગ 6 લાખ કરતા વધારે ગુનેગારોની બાયોમેટ્રિક માહિતી ભેગી

સાઈબર અને આર્થિક ગુનાઓ પર અંકુશ મેળવવા માટે રાજ્યમાં ટૂંક સમયમાં ડેડિકેટેડ સાઈબર ગુપ્તચર ડિપાર્ટમેંટની સ્થાપના કરવામાં આવશે એવી માહિતી રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હરિયાણાના સૂરજકુંડ ખાતેની ચિંતન શિબિરમાં આપી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ દેશના વિવિધ રાજ્યોના ગૃહમંત્રી અને પોલીસ મહાસંચાલકની બે દિવસની ચિંતન શિબિર સૂરજકુંડ ખાતે પાર પડી હતી.

આ બેઠકમાં બોલતા ફડણવીસે ઉપરોક્ત ઘોષણા કરી હતી. સાઈબર ગુપ્તચર વિભાગના માધ્યમથી સાઈબર ગુનાઓ પર અંકુશ મૂકતું ગ્લોબલ મોડેલ તૈયાર થશે. સરકારી અને ખાનગી બેંકો, નાણાસંસ્થાઓ, સોશિયલ મીડિયા, નિયામક સંસ્થા, સાઈબર પોલીસ, ટેકનિશિયન એમ તમામ આ એક મંચ પર સાથે હશે. એટલે ઝડપી પ્રતિસાદની યંત્રણા ઊભી કરવામાં આવી રહી છે.

એમાં આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ વપરાશ હશે. તાજેતરના સમયમાં આર્થિક અને સાઈબર ગુનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. બીજા ગુનાઓની સરખામણીએ આગામી સમયમાં સાઈબર ગુનાઓની સંખ્યા કદાચ વધારે હશે. જો કે રાજ્યમાં ઊભી કરવામાં આવનારી આ નવી સંસ્થા પહેલાં જ એ દષ્ટિએ સજ્જ હશે એમ ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું.

કોઈ પણ ગુનો કે કાયદો-સુવ્યવસ્થાનો પ્રશ્ન ફક્ત એક રાજ્યનો હોતો નથી પણ અનેક રાજ્યોએ એનો સામનો કરવો પડે છે. રાજ્યમાં અત્યાર સુધી લગભગ 6 લાખ કરતા વધારે ગુનેગારોની બાયોમેટ્રિક માહિતી ભેગી કરવામાં આવી છે.

નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી
નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. શહેરી નક્સલવાદનું જોખમ મોટું છે. એના વિરુદ્ધ કઠોર પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવામાંથી ગુનો સાબિત કરવાનો દર વધારવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દરિયાઈ સુરક્ષા માટે પણ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે એવી માહિતી ઉપમુખ્યમંત્રીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...