મુંબઈ હાઈ કોર્ટે બુધવારે મહા બાસ્કેટબોલ એસોસિયેશન (એમબીએ)ને મહારાષ્ટ્રમાં બાસ્કેટબોલ ખેલાડીઓને સમર્થન ન આપવા અને 2023ની મિની ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા પર રોક લગાવવા બદલ ટકોર કરી હતી. જસ્ટિસ જીએસ પટેલ અને એસજી દિઘેની બેન્ચે જણાવ્યું હતું કે એસોસિયેશન ખેલાડીઓના જુસ્સા અને રમત રમવા માટે તેઓ જે પરિસ્થિતિમાંથી બહાર આવે છે તેનાથી અજાણ છે.
તમે આ રીતે ફતવા જારી કરી શકતા નથી. તમે વ્યક્તિની રમતગમતની કારકિર્દી ખતમ કરી રહ્યા છો,” એમ જસ્ટિસ પટેલે નોંધ્યું હતું.બેન્ચની ટિપ્પણીએ એમબીએને પરિપત્ર પાછો ખેંચવા માટે પ્રેરિત કર્યું હતું, જેનાથી 192થી વધુ ખેલાડીઓ (પુરુષ અને સ્ત્રી) માટે મિની ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો માર્ગ મોકળો થયો છે. આ વર્ષે 12 જાન્યુઆરી સુધી યોજાનારી મિની ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાથી ખેલાડીઓને રોકવાના એમબીએ દ્વારા જારી કરાયેલા પરિપત્રને પડકારતી જિલ્લા સ્તરના બાસ્કેટબોલ એસોસિયેશનો સાથે સંકળાયેલા પાંચ બાસ્કેટબોલ ખેલાડીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે, કે જો એમબીએના કોઈ પણ ખેલાડી, કોચ, મેનેજર અથવા સહાયક સ્ટાફ રમતોમાં ભાગ લે છે તો તેમને એમબીએ અથવા તો બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત કોઈ પણ ભવિષ્યની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ખેલાડીઓ માટે હાજર રહેલા એડવોકેટ્સ સાકેત મોને અને દેવાંશ શાહે દલીલ કરી હતી, કે ખેલાડીઓ બાસ્કેટબોલ રમવા માગે છે અને તેઓ તેમના વ્યક્તિગત જિલ્લા સંગઠનો દ્વારા રમતોમાં જોડાઈ શકે છે.
એમબીએ વતી વકીલે કહ્યું કે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિયેશન એમબીએને સત્તાવાર માન્યતા આપી રહ્યું નથી. જોકે, બેંચ એમબીએની દલીલથી સંતુષ્ટ ન હતી. આને રાજનીતિ ન બનાવો. બસ તેમને બાસ્કેટબોલ રમવા દો, અમે આ આદેશને સ્ટે આપીશું, જસ્ટિસ પટેલે કહ્યું. ન્યાયાધીશે કહ્યું કે સંસ્થા દ્વારા આવાં પગલાં લેવાથી રમત ખતમ થઇ જશે અને ખેલાડીઓનો તેના માટેનો જુસ્સો તુટી જશે. શું તમે સમજો છો કે રાજ્યમાં બાસ્કેટબોલની સ્થિતિ શું છે? કોણ છે આ ખેલાડીઓ? ડ્રાઇવરો, બસ કંડક્ટર, તેઓ રાત્રે 11 વાગ્યે રમવાનું શરૂ કરે છે. તેઓ કોર્ટને શોધે છે અને પછી તેઓ રમે છે. આ તેમનો એકમાત્ર જુસ્સો છે અને તમે તેને મારવા માટે નીકળ્યા છો.
તમે આ ખેલાડીઓનો પૂર્વગ્રહ રાખશો નહીં, ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું. ત્યાર પછી ખંડપીઠે એમબીએને સૂચનાઓનો અમલ કરવા અને પરિપત્ર પાછો ખેંચવા ઈચ્છુક હોય તો જાણ કરવા આદેશ આપ્યો હતો.તમે તરત જ ખાતરી કરશો કે દરેક સભ્યને આપમેળે સભ્યપદ મળશે અને તેમને રમવાની પરવાનગી આપવામાં આવશે. તમે આ પરિપત્ર તરત જ પાછો ખેંચી લેશો,” એમ ન્યાયાધીશે કહ્યું. ત્યાર બાદ, સૂચનાઓ લીધા પછી, એમબીના વકીલે કોર્ટને જાણ કરી કે પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.