ભાસ્કર વિશેષ:એથ્લીટ્સના સર્વાંગી વિકાસ માટે બે દિગ્ગજોનો સહયોગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવા પ્રતિભાઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ મળશે, કન્યાઓ એથ્લેટિક્સમાં વધુ ભાગ લેે તે ઉદ્દેશ્ય છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એએફઆઇ)એ ભારતમાં એથ્લેટિક્સના સર્વાંગી વિકાસમાં પૂરક બનવા માટે લાંબા ગાળાનો સહયોગ સાધ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી એએફઆઇનું સમર્પિત સહયોગી રહ્યું છે અને હવે આ બન્ને સંસ્થાઓ સાથે મળીને સઘનપણે કાર્ય કરશે.

આ સહયોગના ભાગરૂપે ભારતભરમાંથી એથ્લીટ્સને શોધીને એમને તાલીમ તથા વિકાસ માટેની તક આપવામાં આવશે. સાથે સાથે એમને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ, પ્રશિક્ષણ અને સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસીનની સહાય આપવામાં આવશે. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પરિતંત્રનો ઉપયોગ કરવામાં આવશે.

આ પ્રયાસમાં ઓરિસા રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર તથા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલનો સમાવેશ થાય છે.સંસ્થાના વ્યાપક ધ્યેય અનુસાર આ સહયોગ મારફતે કન્યા એથ્લીટ્સ પર વિશેષ લક્ષ આપવામાં આવશે. વધુ ને વધુ પ્રમાણમાં કન્યાઓ એથ્લેટિક્સમાં ભાગ લે અને પોતાનાં સ્વપ્નો સાકાર કરે એવો તેની પાછળનો ઉદ્દેશ્ય છે. એએફઆઇના મુખ્ય સહયોગી તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને પ્રશિક્ષણ શિબિરોમાં રાષ્ટ્રીય ટીમની જર્સી પર તથા પ્રશિક્ષણ માટેની કિટ પર રિલાયન્સ બ્રાન્ડ દર્શાવવામાં આવશે.

એથ્લેટિક્સ ફેડરેશનનું શું કહેવું છે?: એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ આદિલ સુમરિવાલાએ કહ્યું છેઃ “આપણા એથ્લીટ્સની ટુકડીઓ વધુ ને વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. ઈ પ્રતિબદ્ધતાને લીધે આપણે ટૂંક સમયમાં અનેક રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈશું અને સફળતા પ્રાપ્ત કરીશું એવો વિશ્વાસ છે.”

વધુ વિજેતાઓ તૈયાર કરાશે : રિલાયન્સ ફાઉન્ડેશન એએફઆઇ સહિતના અનેક સહયોગીઓ સાથે નિકટનો સહકાર સાધીને કામ કરી રહ્યું છે. ભારતમાંથી વધુ વિજેતાઓ તૈયાર થાય એ માટે ખેલાડીઓને પ્રોત્સાહન અને સાથ આપવામાં આવે છે. સાથે જ એમના માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, એમનું કૌશલ્ય વધારવું, ડિજિટલ સશક્તિકરણ કરવું, એ બધાં કાર્યો કરવામાં આવે છે.

નીતા અંબાણીએ શું કહ્યું?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને આઇઓસીના સભ્ય નીતા અંબાણીએ કહ્યું છેઃ “આ સહયોગ વિસ્તારવાનો અમને આનંદ છે. એથ્લેટિક્સ વૈશ્વિક રમતગમતની અતિશય લોકપ્રિય શાખાઓમાંથી એક છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ્ય ભારતીય એથ્લેટિક્સના વિકાસ માટેની તક તથા યુવા પ્રતિભાઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે.

તેમાં કન્યાઓ પર વિશેષ લક્ષ આપવામાં આવશે. યુવા એથ્લીટ્સને યોગ્ય માળખાકીય સુવિધાઓ, તાલીમ અને સહાય મળવાથી ઘણા યુવાનો વૈશ્વિક સ્તરે વિજયપતાકાં ફરકાવશે! ભારતમાં ઓલિમ્પિક ચળવળની પ્રગતિ માટે પણ આ સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.”

અન્ય સમાચારો પણ છે...