પોલીસ અને વકીલોની મિલીભગત:મોટર વ્હીકલ એક્ટ હેઠળ ખોટા દાવા અંગેના જોખમનો પડકાર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાવેદારો, તબીબી પ્રેક્ટિશનરો, પોલીસ અને વકીલો વચ્ચેની મિલીભગતથી ઠગાઈ વધી

માર્ગ અકસ્માતના પીડિતોની સલામતીના નિયમન અને જાળવણી કરવાના ઉદ્દેશ્યની બહાલી સાથે મોટર વેહિકલ અધિનિયમ 1988 દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે. મોટર વાહન અકસ્માતોના પરિણામે વ્યક્તિઓના મૃત્યુ અથવા શારીરિક ઈજા અથવા તૃતીય પક્ષોની કોઈપણ મિલકતને નુકસાન થાય તેમાંથી ઉભરી આવતા વળતર માટેના દાવાઓ પર નિર્ણય લેવા માટે રાજ્ય સરકારો ક્લેમ ટ્રિબ્યુનલની રચના કરે છે.તેનો ઉદ્દેશ્ય મોટર વાહનો દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકોને કોઈ પણ વિલંબ કર્યા વિના યોગ્ય સમયે ઉકેલ પૂરો પાડવાનો છે.

મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ્સ [એમએસીટી કોર્ટ્સ] મોટર અકસ્માતોથી ઉદ્ભવતા જીવન/સંપત્તિ અથવા ઈજાના કેસોને લગતા દાવાઓનું સંચાલન કરે છે.દાવેદારો, તબીબી પ્રેક્ટિશનરો, પોલીસ અને વકીલો વચ્ચેની મિલીભગતને કારણે મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી) સમક્ષ છેતરપિંડીના કેસોની સંખ્યામાં વધારો થયો હોવાના આક્ષેપને કારણે, ભારતીય કાનૂની પ્રણાલી સમાન ઘટનાઓ પ્રત્યે વધુ સાવધ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...